કચ્છ જિલ્લામાં આ વખતે જૂન મહિનામાં ગત વર્ષની સરખામણીએ છાંટો પણ વરસાદ નથી

વર્ષ ૨૦૨૪માં ચોમાસાની શરૂઆત સૌથી નબળી થઈ છે. ગુજરાતમાં ચોમાસું પ્રવેશતાની સાથે જ નબળું પડી ગયું હતું. ત્યારે કચ્છ જિલ્લામાં આ વખતે જૂન મહિનામાં ગત વર્ષની સરખામણીએ છાંટો પણ વરસાદ નથી થયો. હજુ સુધી કચ્છમાં સીઝનનો માત્ર ૫ મીમી વરસાદ જ નોંધાયો છે. જ્યારે કચ્છના અબડાસા, અંજાર, ભુજ, ગાંધીધામ, લખપત, મુંદ્રા અને રાપર તાલુકામાં વરસાદનો એક પણ છાંટો નથી પડ્યો. વર્ષ ૨૦૧૮માં કચ્છમાં માત્ર ૧૧૧ મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારે હવે ચાતકની જેમ ચોમાસાની રાહ જોતા ખેડૂતો દક્ષિણ ગુજરાતમાં અટકી ગયેલા ચોમાસાની રાહ જોઈ રહ્યા છે.

એમ તો આ વર્ષે હવામાન નિષ્ણાતો સારા વરસાદની આગાહી કરી રહ્યા છે, પરંતુ કચ્છમાં પરિસ્થિતિ સાવ વિપરીત છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કચ્છ જિલ્લામાં વરસાદ નહિવત થયો છે. જૂન મહિનામાં હજી સુધી કચ્છમાં ફક્ત ૫ મિલિમીટર વરસાદ નોંધાયો છે. જયારે કચ્છના અંજાર, ભુજ, ગાંધીધામ, લખપત અને મુંદ્રા તાલુકામાં કોરુંધાકોર છે, વરસાદનો અક છાંટો પણ નથી થયો. એવામાં ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. વાગડ વિસ્તારમાં આવેલા રાપરમાં પણ વરસાદના અભાવે ખેડૂતો ચિંતામાં છે. ચોમાસું દક્ષિણ ગુજરાતમાં જ અટકી જતા, હવે વાવણીને લઈને કચ્છના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

કચ્છમાં છેલ્લા ૫ વર્ષના વરસાદના આંકડા

વર્ષ ૨૦૧૮ – ૧૧૧ મીમી

વર્ષ ૨૦૧૯ – ૭૪૬ મીમી

વર્ષ ૨૦૨૦ – ૧૧૬૨ મીમી

વર્ષ ૨૦૨૧ – ૫૧૧ મીમી

વર્ષ ૨૦૨૨ – ૮૪૯ મીમી

વર્ષ ૨૦૨૩ – ૭૬૪ મીમી