
કચ્છ, કચ્છના ભચાઉ પાસે હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભચાઉના સામખિયાળી સુજરબારી હાઈવે પર બે ટ્રેલર, ખાનગી બસ તેમજ બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. આ અકસ્માતમાં ટ્રેલરમાં ભરેલો કોલસો હાઈવે પર ઢોળાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે, પેટ્રોલિંગની ટીમે ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.

ટ્રેલરમાં રહેલો કોલસો હાઇવે પર ઢોળાયો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. સામખિયાળી-સુરજબારી હાઇવે ઉપરની ઘટના. હાઈવે પર બે ટ્રેલર, ખાનગી બસ તેમજ બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો.