કચ્છ: ગાંધીધામ મત ગણતરી કેન્દ્ર પર મોટો હોબાળો, કોંગ્રેસ ઉમેદવારે ગળેટુંપો ખાવાનો પ્રયાસ કર્યો

ભુજ,

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ની મતગણતરીના પરિણામો આવી ગયા છે જેમાં એકવાર ફરી ગુજરાતમાં ભાજપની સરકાર રચાવા જઇ રહી છે. જો કે ગાંધીધામ મતગણતરી કેન્દ્ર પર મોટો હોબાળો થયો છે. કોંગ્રેસ ઉમેદવાર ભરત સોલંકીએ ગણતરી કેન્દ્રમાં જ ગળેટુંપો ખાવાનો પ્રયાસ કર્યો છે. જ્યાં અનેક રાઉન્ડથી ઈવીએમ મશીન પર સીલ, સહી સિક્કામાં તફાવત હોવાથી આક્ષેપો થતાં હતા. ફરજ પર હાજર કર્મચારીઓએ કોઈ પગલાં ન લેતા ધરણાં પર બેસવા છતાં પગલા ન લેવાતા ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અધિક્ષક અને કલેક્ટરે સમજાવાનો તેમને પ્રયાસ કર્યો હતો. કચ્છ જિલ્લાની ૬ વિધાનસભા બેઠક પર સરેરાશ ૫૯.૮૫ ટકા મતદાન થયું હતું. શરુઆતી વલણમાં ભુજ અને ગાંધીધામમાં કોંગ્રેસ અને અંજારમાં ભાજપ આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતની ગાંધીધામ સીટ બંદર માટે પ્રખ્યાત છે. ગાંધીધામ સીટ પર ભાજપ અહીં એક દાયકાથી કબ્જો જમાવેલો છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર માલતી માહેશ્ર્વરીએ કોંગ્રેસના ઉમેદવાર કિશોર પિંગોલને ૨૦,૨૭૦ વોટના મોટા માજનથી હરાવ્યા હતા. ત્યારે અહીં ભાજપને ૫૨.૬ ટકા વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને ૩૯.૩ ટકા વોટ મળ્યા હતા. ૨૦૧૨માં પણ અહીં ભાજપે જીત નોંધાવી હતી.

આ સીટ પર ભાજપે નિમાબેન આચાર્યની ટિકિટની કાપીને આ વખતે કેશુભાઈ શિવદાસ પટેલને ટિકિટ આપી છે. તો વળી કોંગ્રેસ અર્જૂન ભાઈ ભુડિયા અને આપે રાજેશ પંડોરિયાને મેદાનમાં ઉતાર્યા છે. ભૂજની આ સીટ સામાન્ય સીટ છે.