અમદાવાદ, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સુકૂ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આજે અમદાવાદ,ગીર સોમનાથ, સુરેન્દ્રનગર,તાપી સહિતના જિલ્લાઓમાં ૨૦ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી,આણંદ, ડાંગ,ગાંધીનગર, કચ્છ, ખેડા, મોરબી,નર્મદા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ૧૯ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત ભરુચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા,જામનગર,નવસારી, પોરબંદર, વડોદરા સહિતના જિલ્લાઓમાં ૨૧ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી, ભાવનગર, દાહોદ, ગીર સોમનાથ,મહેસાણા, પાટણ,રાજકોટ,સાબરકાંઠા, વલસાડ સહિતના જિલ્લાઓમાં ૩૪ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી,પંચમહાલ,સુરત,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ૩૫ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
દેવભૂમિ દ્વારકા,જામનગર,પોરબંદર સહિતના જિલ્લાઓમાં ૩૧ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. હવામાન શાી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ૧૧ માર્ચે હવામાન પલટાની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ ૧૫ માર્ચ સુધી હવામાનમાં પરિવર્તનની સંભાવના વ્યક્ત કરી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન પરિવર્તનની શક્યતા છે.