ભારતમાં ઘણી વાર ઘુસણખોરી કરતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિક ઝડપાતા હોય છે. ત્યારે ફરી એક વાર કચ્છની સરહદ પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે. બોર્ડર પિલર નંબર ૧૧૨૫ નજીક પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડ્યો છે.બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન અફઝલ નામનો પાકિસ્તાની નાગરિક ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. પાકિસ્તાન ઘૂસણખોર પાસેથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી નથી. જો કે સમગ્ર મામલે મ્જીહ્લએ વધુ તપાસ હાથ ધરી છે.
આ અગાઉ પોરબંદર જળસીમા નજીકથી ૧૪ પાકિસ્તાની નાગરીકો ૮૬ કિલો ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. દ્ગઝ્રમ્ અને ગુજરાત એટીએસનું દ્વારા આ સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ. જેમાં ડ્રગ્સ સહિત પાકિસ્તાની નાગરીકો પણ ઝડપાયા હતા.