કૂતરું કરડ્યા બાદ હડકવાની રસી ન લેવાથી ૧ વર્ષ બાદ મહિલાનું મોત થયું

મહેસાણા,મહેસાણામાં એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં શ્ર્વાન કરડ્યા બાદ એક મહિલાનું મોત થઇ ગયું છે. હવે સવાલ એ થાય કે આ તો એકદમ સામાન્ય બાબત છે પરંતુ આપને જણાવી દઈએ કે આ મહિલાને એક વર્ષ પહેલા કુતરું કરડ્યું હતું અને ત્યારબાદ તેને હડકવાની રસી નહોતી લીધી અને અચાનક એક વર્ષ બાદ તેને હડકવા ઉપડ્યો હતો અને અંતે તેનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર આ મહિલાને તેના પિયર નાગલપુરના વાળીનાથ ચોકમાં કૂતરું કરડ્યું હતું, પરંતુ તે સમયે તેને હડકવાની રસી લીધી ન હતી. આ ઉપરાંત એવું પણ સામે આવ્યું છે કે આ મહિલા ગર્ભવતી હતી અને તેના બાળકને હેમખેમ તેને હમણાં જ થોડા દિવસ અગાઉ જન્મ આપ્યો હતો, ચાર દિવસ બાદ તેને અચાનક હડકવા ઉપડયો હતો, તેના પરિવારજનોએ તેની સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ કોને વિચાર્યું હતું કે રસી ન લેવુ તેને આટલા સમય બાદ આટલું ભારે પડશે. મહિલાએ હજુ ચાર દિવસ પહેલાં જ બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને જન્મ આપ્યા બાદ અચાનક જ તેને હડકવા ઉપડ્યો હતો. હડકવા ઉપડ્યાના ૨૪ કલાકમાં જ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આગાઉ પણ શ્ર્વાન કરડવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા જ છે, પરંતુ કેટલીક બેદરકારી લોકોને પાછળથી મોંઘી પડતી હોય છે.