કુપવાડાના તંગધાર વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા

જમ્મુ, ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર વિસ્તારમાં આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. સતર્ક સુરક્ષા દળોને આ અંગેની જાણ થતાં જ તેમણે ઘૂસણખોરોને ઘેરી લીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર નિયંત્રણ રેખાના આગળના વિસ્તારમાં ચારથી પાંચ આતંકીઓ ઘેરાયેલા હોવાનું કહેવાય છે. સુરક્ષા દળોએ ઘૂસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. હજુ ઓપરેશન ચાલુ છે.

બારામુલ્લા લોક્સભા સીટ માટે ૨૦ મેના રોજ મતદાન છે. આ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ, સીઆરપીએફ, આર્મી અને અન્ય સુરક્ષા એજન્સીઓ સતર્કતા જાળવી રહી છે.

જમ્મુમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બોલાવવામાં આવેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં, ૧૬ કોર્પ્સના ર્ય્ંઝ્ર લેટનન્ટ જનરલ નવીન સચદેવાએ કહ્યું કે રાજોરી, પૂંચ અને બસંતગઢમાં આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને ખતમ કરવામાં આવશે. આ માટે સુરક્ષા એજન્સીઓ વ્યૂહરચના મુજબ કામ કરી રહી છે. બેઠકમાં, વરિષ્ઠ સેના અને પોલીસ અધિકારીઓએ રાજોરી-પૂંચમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી. રાજોરી-પૂંચ ઉપરાંત ઉધમપુરના બસંતગઢમાં થયેલા આતંકવાદી હુમલાની પણ ચર્ચા થઈ હતી. ખાસ કરીને પૂંચમાં એરફોર્સના કાફલા પર થયેલા હુમલા અને થન્નામંડીમાં એક સરકારી કર્મચારીની હત્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી. એડીજીપી જમ્મુ આનંદ જૈન સહિત ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.

બેઠકમાં પ્રદેશની સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ર્ચિત કરવા અને આતંકવાદ વિરોધી કામગીરીના સંકલન પર ભાર મૂકવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ૪ મેના રોજ પૂંચના સુરનકોટમાં સનાઈ ટોપ પાસે એરફોર્સના કાફલા પર આતંકી હુમલો થયો હતો. જેમાં એક સૈન્ય જવાનનું બલિદાન આપવામાં આવ્યું હતું.

૨૨ એપ્રિલે રાજૌરીના શાહદરા શરીફના કુંડા ટોપ ગામમાં આતંકવાદીઓ દ્વારા સરકારી કર્મચારી મોહમ્મદ રઝાકની હત્યા કરવામાં આવી હતી. ફડ્ઢય્ મોહમ્મદ શરીફની પણ ૨૮ એપ્રિલે ઉધમપુરના બસંતગઢમાં આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આતંકવાદીઓની શોધમાં સુરક્ષા દળો રાજોરી, પૂંચ, ઉધમપુર, કઠુઆ અને રિયાસી જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.