કુપોષણ મુક્ત ખેડા પ્રોજેક્ટ અંતર્ગત આઇ.સી.ડી.એસ. નડીઆદ ઘટક-3 દ્વારા અતિકુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર આપવાની કામગીરી હાથ ધરવામાં આવી

ખેડા જિલ્લામાં કુપોષણને દુર કરવાના અભિગમ સાથે કુપોષણ મુક્ત ખેડા અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે. કુપોષણ મુક્ત ખેડા પ્રોજેક્ટના ત્રીજા તબક્કામાં નડીઆદ ઘટક-03ના કુલ 77 બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા અમલીકરણ કરવામાં આવેલ છે.

આરોગ્ય વિભાગ તથા આઇ.સી.ડી.એસ. નડીઆદ ઘટક-03 દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત અતિકુપોષિત કુલ-77 બાળકોનુ સતત કાઉંસેલીંગ કરી તેઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે ત્રીજા ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. વધુમાં, આવા બાળકોનુ સતત મોનીટરીંગ કરી તેમના પોષણ સ્તરમાં સુધારો લાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહેલ છે.