શિયોપુર, શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તા જ્વાલાએ સોમવારે ૩ બચ્ચાને જન્મ આપ્યો છે. કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર સિંહે આજે સવારે ૮ વાગ્યે પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. આ પહેલા જ્વાલાએ ૨૭ માર્ચ ૨૦૨૩ના રોજ ૪ બચ્ચાને જન્મ આપ્યો હતો. આ દરમિયાન ૩ જાન્યુઆરીએ માદા ચિત્તા આશાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો.
કુનો નેશનલ પાર્કના ડીએફઓ આર થિકુરાલે જણાવ્યું હતું કે ૧૭ સપ્ટેમ્બરે નામીબિયાથી આઠ ચિત્તા લાવવામાં આવ્યા હતા. માદા ચિત્તા જ્વાલાએ અગાઉ ૪ બચ્ચાને જન્મ આપ્યો હતો, જેમાંથી ૩નાં મોત થયા છે. એક બચ્ચું સંપૂર્ણપણે સ્વસ્થ છે. થિકુરાલે કહ્યું કે સોમવારે જન્મેલાં ત્રણ બચ્ચા સંપૂર્ણપણે સ્વસ્થ છે. વનવિભાગનો સ્ટાફ તેમના પર બાજ નજર રાખી રહ્યો છે.
મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર લખ્યું કે નામીબિયન ચિત્તા આશાએ તેના બચ્ચાને જન્મ આપ્યાના થોડા અઠવાડિયા પછી જ આ બીજા સારા સમાચાર આવ્યા છે. દેશભરના વન્યજીવન ફ્રન્ટલાઈન યોદ્ધાઓ અને વન્યજીવ પ્રેમીઓને અભિનંદન. આ રીતે જ ભારતમાં વન્યજીવોનો વિકાસ થાય.
ડીએફઓએ જણાવ્યું કે જ્વાલા ચિત્તાએ જે ૩ બચ્ચાને જન્મ આપ્યો છે તેના પિતા પવન (જૂનું નામ ઓવન) છે. માદા ચિત્તા આશાના ત્રણ બચ્ચાનો પિતા પણ પવન છે. પવન એ જ ચિત્તો છે જે છેલ્લા મહિનાઓમાં વારંવાર કુનોમાંથી બહાર આવ્યો છે અને શિવપુરી જિલ્લાના વિજયયુર, પોહરી અને પછી માધવ નેશનલ પાર્કમાં પહોંચી ગયો હતો. ત્યાંથી તેને ૨ થી ૩ વખત ટ્રાક્ધ્વીલાઈઝ કરીને કુનો પરત લાવવામાં આવ્યો હતો.
નામિબિયાથી લાવવામાં આવેલી સાશા નામની ૪ વર્ષની માદા ચિત્તાનું કિડની ઈન્ફેક્શનથી મૃત્યુ થયું હતું. વન વિભાગે કહ્યું કે સાશાનું બ્લડ ટેસ્ટ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ નામીબિયામાં કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિએટિનાઇન લેવલ ૪૦૦થી વધુ હતું. આ પુષ્ટિ કરે છે કે સાશાને ભારત લાવવામાં આવે તે પહેલા જ તે કિડનીની બિમારીથી પીડિત હતી. સાશાના મૃત્યુ પછી ચિત્તાની સંખ્યા ઘટીને ૧૯ થઈ ગઈ.૨૭ માર્ચ ૨૦૨૩: જ્વાલાએ ચાર બચ્ચાને જન્મ આપ્યોસાશાના મૃત્યુના બીજા જ દિવસે માદા ચિતા જ્વાલાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો. જ્વાલાને નામીબિયાથી અહીં લાવવામાં આવી હતી. આ બચ્ચા સહિત કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓની કુલ સંખ્યા ૨૩ થઈ ગઈ છે.
દક્ષિણ આફ્રિકાથી લાવેલા ચિત્તા ઉદયનું મૃત્યુ થયું હતું. પીએમ રિપોર્ટમાં કહેવાયું છે કે ઉદયનું મૃત્યુ કાડયાક આર્ટરી ફેલ થવાને કારણે થયું હતું. મયપ્રદેશના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન જે.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે હૃદયની ધમનીમાં રક્ત પરિભ્રમણ બંધ થવાને કારણે ચિત્તાનું મૃત્યુ થયું હતું. આ પણ એક પ્રકારનો હાર્ટ એટેક છે. આ પછી કુનોમાં બચ્ચા સહિત ચિત્તાની સંખ્યા ઘટીને ૨૨ થઈ ગઈ હતી.
દક્ષાને દક્ષિણ આફ્રિકાથી કુનો લાવવામાં આવી હતી. જેએસ ચૌહાણે જણાવ્યું કે નર ચિત્તાને સંવનન માટે દક્ષાના ઘેર મોકલવામાં આવી હતી. મેટિંગ દરમિયાન જ બંને વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. નર ચિત્તાએ દક્ષાને તેના પંજા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બાદમાં તેનું મૃત્યુ થયું હતું. આ પછી કુનોમાં બચ્ચા સહિત ચિત્તાની સંખ્યા ઘટીને ૨૧ થઈ ગઈ હતી.માદા ચિત્તા જ્વાલાના બચ્ચાનું મોત થયું હતું. જેએસ ચૌહાણે જણાવ્યું કે આ બચ્ચા જંગલી સ્થિતિમાં રહેતા હતા. શ્યોપુરમાં ૨૩ મેના રોજ આકરી ગરમી પડી હતી. તાપમાન ૪૬-૪૭ ડિગ્રી સેલ્સિયસ હતું. દિવસભર ગરમ પવન અને ગરમીનું મોજુ યથાવત રહ્યું હતું. આવી સ્થિતિમાં વધુ પડતી ગરમી, ડિહાઈડ્રેશન અને નબળાઈ તેમના મૃત્યુનું કારણ બની શકે છે. આ પછી કુનોમાં બચ્ચા સહિત ચિત્તાની સંખ્યા ઘટીને ૨૦ થઈ ગઈ હતી.
પ્રથમ બચ્ચાના મૃત્યુ પછી, અન્ય ત્રણને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. આમાંથી વધુ બે બચ્ચા મૃત્યુ પામ્યા હતા. ઉચ્ચ તાપમાન અને હીટ વેવને કારણે તેમની તબિયત બગડતી હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી કુનોમાં એક બચ્ચા સહિત ૧૮ ચિત્તા જ બચ્યા હતા.
આ વર્ષે ૦૩ જાન્યુઆરીએ શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાંથી સારા સમાચાર આવ્યા. માદા ચિત્તા આશાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો. હવે કુનોમાં ૪ બચ્ચા સહિત કુલ ૧૮ ચિત્તા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નામીબિયાથી કુનો નેશનલ પાર્ક લાવવામાં આવેલી માદા ચિત્તા આશાને આ નામ આપ્યું હતું.શૌર્ય, નર ચિત્તો જેને નામિબિયાથી કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યો હતો, તેનું ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ અવસાન થયું હતું. હવે અહીં ૪ બચ્ચા સહિત ૧૭ ચિત્તા જ બચ્યા છે.