ટીવીની લોકપ્રિય સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’ની અભિનેત્રી સિમરન બુધરુપ તાજેતરમાં જ બાપ્પાના દર્શન કરવા લાલબાગ ચા રાજા પંડાલ પહોંચી હતી, જ્યાં તેને ગેરવર્તણૂકનો સામનો કરવો પડ્યો હતો. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર આનો એક વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું કે પંડાલમાં બાપ્પાને જોવાનો અનુભવ ઘણો નિરાશાજનક હતો. હું બાપ્પાના આશીર્વાદ લેવા મારી માતા સાથે લાલબાગ ચા રાજા ગઈ હતી, જ્યાં સ્ટાફનું વર્તન ખૂબ જ ખરાબ હતું.
આ ઘટના પછી હું ખૂબ રડી- સિમરન અભિનેત્રીએ કહ્યું કે ભગવાનની કૃપાથી મને કે મારી માતાને કોઈ ઈજા થઈ નથી. પણ એ ઘટના પછી હું ખૂબ રડી. પછી કેટલાક લોકો ત્યાં આવ્યા અને મને પૂછ્યું કે તમે ઠીક છો? તમારી સાથે જે કંઈ પણ થયું તેનો વિડિયો અમે રેકોર્ડ કર્યો છે, કદાચ તે તમારા માટે ઉપયોગી થાય, તેમણે મને આ વીડિયો આપ્યો છે.
સિમરને વધુમાં કહ્યું કે જ્યારે હું એક્ટર નહોતી ત્યારે પણ હું 19 કલાક લાઈનમાં ઊભી રહેતી હતી. પરંતુ મારી વાત એ છે કે જો લોકો આટલા દૂરથી શ્રદ્ધા સાથે આવે છે તો તેમની સુરક્ષા વ્યવસ્થા પર ધ્યાન આપવાની જવાબદારી ત્યાંના કર્મચારીઓની છે.