કુલ સંક્રમિતોનો આંકડો ૩૩ લાખને પાર, મૃત્યુઆંક ૬૦ હજારોને પાર કોરોના બેકાબુ : રેકોર્ડબ્રેક ૭૫ હજારથી વધુ પોઝિટિવ કેસ, ૧૦૨૩ના મોત

ન્યુ દિલ્હી,
ભારત સહિત દુનિયાભરના ૧૮૦થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો ભય દેખાઇ રહૃાો છે. આ સંક્રમણથી અત્યાર સુધીમાં ૨.૪૧ કરોડ લોકો ઝપટમાં આવી ગયા છે. આ વાયરસે ૮.૨૫ લાખથી વધુ સંક્રમિતોના લોકોના જીવ લીધા છે. ભારતમાં પણ દરરોજ કોવિંડ – 19 ના કેસો સતત વધી રહૃાા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે સવારે રજૂ કરેલા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમણની સંખ્યા વધીને ૩૩,૧૦,૨૩૪ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં (બુધવારે સવારે ૮ થી ગુરુવારે સવારે ૮ વાગ્યા સુધી) કોરોનાના ૭૫,૭૬૦ નવા કેસ સામે આવ્યા છે.


આ સમયગાળા દરમ્યાન દેશમાં ૧,૦૨૩ કોરોના ચેપગ્રસ્ત લોકો પણ મૃત્યુ પામ્યા છે. ૨૫,૨૩,૭૭૧ દર્દીઓ સાજા થયા છે અને ૬૦,૪૭૨ના લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. રિકવરી રેટ વિશે વાત કરીએ તો તેમાં થોડોક સુધારો આવ્યા બાદ ૭૬.૨૪ ટકા પર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ ૮.૧૯ ટકા છે. ૨૬ ઑગસ્ટના રોજ, ૯,૨૪,૯૯૮ કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરાયા. અત્યાર સુધીમાં કુલ ૩,૮૫,૭૬,૫૧૦ સેમ્પલ ટેસ્ટ થઇ ચૂકયા છે.


છેલ્લા ઘણા મહિનાઓથી દુનિયાભરમાં આતંક મચાવનાર કોરોનાવાયરસ અને તેનાથી ફેલાતી મહામારી એટલે કે કોવિંડ – 19 ના પહેલાં એક લાખ કેસની પુષ્ટિ ભારતમાં ૧૧૦ દિવસમાં સામે આી હતી, પરંતુ ત્યારબાદ રફતાર વધી ગઇ અને હવે દેશમાં એક લાખ માત્ર એક-બે દિવસમાં જોડાઇ રહૃાા છે. ભારતને ૩૩ લાખ કેસ પુષ્ટિ થયાના આંકડો પાર કરવામાં કુલ ૨૧૦ દિવસનો સમય લાગ્યો છેપ આપને જણાવી દઇએ કે કોરોનાના પહેલાં એક લાખ કેસ ૧૧૦ દિવસમાં નોંધાયા હતા. ત્યારબાદ પછીના ૧૦૦ દિવસમાં વધીને ૩૩ લાખ થઈ ગઈ છે. દેશના લગભગ બધા રાજ્યોમાંથી કોરોનાના દર્દી આવે છે. એવા ઘણા રાજ્યો છે જે આ રોગચાળાથી મુક્ત થયા હતા પરંતુ રાજ્યમાં સ્થળાંતર કરનારા લોકોના કારણે તેઓ ફરીથી સંક્રમણની જાળમાં આવી ગયા છે.


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં ૨૬ ઓગસ્ટ સુધીમાં કુલ ૩,૮૫,૭૬,૫૧૦ કોરોના ટેસ્ટ હાથ ધરાયા છે. જેમાંથી ૯,૨૪,૯૯૮ સેમ્પલ ગઈ કાલે ટેસ્ટિંગ કરાયા હતાં. જેમાંથી ૭૫ હજારથી વધુ કેસ કોરોના પોઝિટિવ આવ્યાં.