કુદરતનો પ્રકોપ

કુદરતનો પ્રકોપ

ચોમાસાના આગમનની સાથે જ હિમાચલ અને ઉત્તરાખંડમાં ધસતા પહાડ અને રૌદ્ર રૂપ દેખાડતી નદીઓ ચિંતા વધારનારી છે. કુદરતના પ્રકોપ સામે માણસ વામન જણાયછે. તમામ મુખ્ય નદીઓએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. ઠેર-ઠેર ભૂસ્ખલનથી સડકો ઠપ પડી છે. હિમાચલમાં મૂશળધાર વરસાદ વચ્ચે કાટમાળ અને પત્થરો પડવાથી સેંકડો સડકો બંધ થઈ ગઈ છે. સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત છે. પહેલાં આપણે ગરમીથી ત્રસ્ત થઈને વરસાદની આશા રાખીએ છીએ, પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે સ્થિતિ ડરામણી થઈ જાય છે.

ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદની પેટર્નમાં મોટો બદલાવ આવ્યો છે. વરસાદ ઓછા સમયમાં વધુ માત્રામાં વરસે છે. જેને કારણે પહાડો પરથી ભારે માત્રામાં કાટમાળ પડીને રસ્તા અને પાણીના પ્રાકૃતિક માર્ગોને અવરોધે છે. આ સંકટ એટલા માટે પણ વધી જાય છે, કારણ કે આપણે પહાડોને વિલાસિતાનાં કેન્દ્ર બનાવી દીધા છે. તીર્થાટન હવે પર્યટન જેવું થઈ ગયું છે. પર્યટકોના વાહનોથી નાની સકડો અને પુલો દબાણમાં છે. નીતિ-નિયંતાઓએ પહાડોમાં સડકોને ફોર લેન-સિક્સ લેન બનાવવાનો જે ઉપક્રમ કર્યો છે, તેનાથી પહાડોનું નૈસગક વાતાવરણ ખતરામાં છે. પહાડોની કિનારી કાપવાથી ભૂસ્ખલનની ગતિ તેજ થઈ છે. વારે-તહેવારે પહાડોનો કાટમાળ સડકો પર પડીને પરિવહનને અવરુદ્ઘ કરી દે છે. યાત્રીઓના જીવન પર દરેક સમયે સંકટ તોળાતું રહે છે.

હિમાચલની જ જેમ કુદરતના પ્રકોપથી ઉત્તરાખંડ પણ ત્રસ્ત છે. ભાગીરથી, અલકનંદા, મંદાકિની અને પિંડર વગેરે નદીઓ ખતરાના નિશાન ઉપર વહી રહી છે. ચારધામ યાત્રા માર્ગ પર કાટમાળ પડવાની ઘટનાઓ વધવાથી યાત્રા થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે. વારંવાર ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે. ઠેર-ઠેર સડકો કપાવાથી સેંકડો યાત્રિકો ફસાયા છે. કેટલાય ગામોને જોડતી સડકો વહી ગઈ છે. વાદળ ફાટવાની આશંકા સતત ઊભી રહે છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી જનારા માર્ગ ઠેર-ઠેર બાધિત છે. ભારે વરસાદની આશંકાને જોતાં સ્કૂલોમાં પણ રજાઓ જાહેર કરી દેવાઈ છે.

સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. કેટલાય મોટરમાર્ગ સંપૂર્ણ રીતે અવરુદ્ઘ થયા છે. કેટલાય નાના પુલ વહી ગયા છે. કેટલાય નીચલા સ્થળોએથી લોકોને હટાવવામાં આવ્યા છે. કુલ મળીને લાખો લોકોને અતિવૃષ્ટિે બંધક બનાવી દીધા છે. નિશ્ચિતપણે ભારે વરસાદ અને તેના પ્રભાવ માનવીય નિયંત્રણથી બહાર થઈ જાયછે. પરંતુ તેમ છતાં પહાડી વિસ્તારોમાં વિકાસના મોડેલ પર નવેસરથી વિચાર કરવાની જરૂર છે. પહાડ અયાત્મનાં કેન્દ્ર પણ રહ્યા છે, તેમને પર્યાટકોની વિલાસિતાના કેન્દ્ર ન બનાવવા જોઇએ. આપણે અપેક્ષાકૃત નવા હિમાલયી પહાડો અને તેના પારિસ્થિતિકી તંત્ર પ્રત્યે સંવેદનશીલ વ્યવહાર કરવો જોઇએ. વધુ માનવીય હસ્તક્ષેપથી ગ્લેશિયર પીગળી રહ્યા છે અને નદીઓનું વધેલું પાણી સંકટનું કારણ પણ બની રહ્યું છે.