
મહેસાણા: મહેસાણામાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા મહત્વની પહેલ કરવામાં આવી છે. વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 84 ગામમાં વસવાટ કરતા સમાજના લોકો માટે પહેલ કરવામાં આવી છે. કુરિવાજો દૂર કરવા ઠાકોર સમાજની મહત્વની પહેલ સામે આવી છે. સમાજના પ્રમુખ ઉદાજી ખાંભોક અને મંત્રી દિનેશજી સુલતાનપુરાની અધ્યક્ષતામાં નિર્ણય લેવાયો છે, જ્યારે લેવાયેલા નિર્ણયની પત્રિકા પણ બનાવાઇ છે. આ સાથે જ જુગાર રમવા પર, લગ્ન પ્રસંગમાં ડીજે અને વરઘોડા પર પ્રતિબંધ મૂકાયો છે.

મહેસાણામાં ક્ષત્રિય ઠાકોર સમાજની પહેલ: લગ્ન પ્રસંગે થતા બીજા પ્રસંગોમાં ડી.જે વગાડવાનું બંધ કરવામાં આવે છે. પરંતુ ઘરે લગ્ન સ્થળે થતાં ગામના મંદિરે ધાર્મિક પસંગે અને નવરાત્રિ ટાણે સાઉન્ડ વગાડી શકાશે.
જેમ પ્રથા બંધ કરવામાં આવશે. લગ્ન પ્રસંગે વરઘોડા બંધ કરવામાં આવે છે. ઓઢણી પ્રસંગે ફક્ત મહિલાઓએ જવું.પુરુષોના જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. મરણ પ્રસંગે ધર ધણી સિવાય બીજા કોઈએ સોળ લઈ જવી નહીં. સોળના બદલે રોકડાથી વ્યવહાર કરવો. મરણ પ્રસંગે ધરધણી સિવાયનાઓએ માથે સાડી નાખવાની પ્રથા બંધ કરવામાં આવે છે. તેના બદલે રોકડાથી વ્યવહાર કરવો.
લગ્ન જેવા પ્રસંગોમાં ઓઢમણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. તેના બદલે રોકડાથી વ્યવહાર કરવાનો રહેશે. લગ્ન પ્રસંગે થતા અન્ય સામાજિક પ્રસંગોમાં રમાતા જુગાર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.