ક્ષત્રિય સમાજ માટે આસ્થાનું કેન્દ્ર એવુ આશાપુરા માતાજીના મંદિરમાં પરશોત્તમ રુપાલાએ દર્શન કર્યા

રાજકોટ, પરશોત્તમ રૂપાલાના નિવેદનના રોષની આગ દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહી છે. રાજકોટમાં આવેલા આશાપુરા માતાજીના મંદિરમાં દર્શન કર્યા છે. પરશોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરમાં દર્શન કરીને ચૂંદડી અર્પણ કરી છે. રાજકોટમાં પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીનું મંદિર ક્ષત્રિય સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આશાપુરા માતાજીના મંદિરમાં પરશોત્તમ રુપાલાએ આશીર્વાદ મેળ્યા છે.

બીજી તરફ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવામાં આવ્યા છે.પાટીદાર વિસ્તારમાં આવેલી અંબિકા ટાઉનશીપમાં પરશોત્તમ રુપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવ્યા છે. જેમાં લખવામાં આવ્યુ છે. હું પરશોત્તમ રુપાલા સાથે છું. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પાટીદાર યુવકોએ પરશોત્તમ રુપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવ્યા છે.