કષિપ્રધાન ગણાતા પંચમહાલ જીલ્લામાં 30 હજાર ખેેડુતો કૃષિ વિમા લાભથી વંચિત રહેશે

  • આડેધડ નોંધણીના કારણે અને બેંકોની મનમાનીના કારણે રૂા.2 હજારથી લાભ વિહોણા.
  • અવારનવાર દસ્તાવેજ જમા કરાયેલ છતાં આજદિન સુધી Linked કર્યું નથી.
  • ગ્રામ સેવકો અને તલાટી કમ મંત્રી આ 30 હજાર લાભાર્થીઓ શોધી શકયા નથી.
  • ધરે ધરે ફરી બાકી રહેલા અરજદારોને શોધી કાઢવામાં તંત્ર નિષ્ફળ.

ગોધરા,

કૃષિપ્રધાન ભારત દેશ હંમેશા અન્ય આર્થિક પ્રવૃતિઓ ઉપર નિર્ભર છે. ત્યારે પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજના હેઠળ પંચમહાલ જીલ્લામાં 30 હજારથી વધુ લાભાર્થીઓ હકકદાર હોવા છતાં આજદિન સુધી Banking Linked ન થવાના કારણે લાભ પ્રાપ્ત થતો નથી. જો તેઓ દસ્તાવેજ જમા નહી કરાવતા આગામી હપ્તો લાભદાયી બનતો નથી. હવે જોવું રહ્યું કે, કેટલા લાભ પાત્ર થાય છે. જે તે સમયે ધણાં દસ્તાવેજ રજુ કરવા છતાં આજદિન સુધી કોઈ લાભ થયો નથી. હવે ગ્રામ પંચાયતમાં VCE સમક્ષ પૂરતા દસ્તાવેજ જમા કરવાથી આગામી 13મો હપ્તો લાભ પાત્ર બનશે. અન્યથા ગુમાવવાનો વારો આવશે તેમાં બે મત નથી.

કાશ્મીર થી કન્યાકુમારી સુધી ભારત દેશ કૃષિ પ્રધાન છે. કઠોળ થી લઈને ધણાં ખાદ્ય પદાર્થનું પેદાશ કરનાર ભારત દેશ દુનિયામાં નિકાસકર્તા છે. ભૂતકાળમાં અનાજ પેદા કરનાર દેશમાં નિકાસકર્તા તરીકે જાણીતા ભારતમાં કોઈ હિસાબ જણાતો ન હતો. ખેડુતો બેંકીગ દ્વારા વ્યાજ ભરવા છતાં કોઈએનો ઉપાય રહેતો ન હતો. અનેક રજુઆત બાદ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા છેલ્લા 10 વર્ષથી વીમા કવચ યોજના હેઠળ ખેડુતોને આવરી લેવામાં આવ્યા છે. વિપક્ષો તથા હરીયાણા કૃષિકારો દ્વારા અવારનવાર માંગણી કરવામાં આવી રહી હતી. તેઓ દ્વારા આગામી સમયમાં દર ત્રણ માસે રૂા.2000/-ના લાભપાત્ર બને છે.

કૃષિ વીમા યોજના હેઠળ પંચમહાલ જીલ્લામાં કુલ 2,42,732 ખેડુતો લાભપાત્ર છે. તેઓને સમયસર દર ત્રણ માસે રકમ બેંકમાં જમા થાય છે. જેના ભાગરૂપ આગામી માર્ચ માસમાં જમા થનાર રકમ અનુસાર કાગના ડોળે રાહ જોવે છે. ત્યારે પંચમહાલ જીલ્લામાં નોંધાયેલા ખેડુતોને બાદ કરતાં અંદાજીત 30 હજાર જેટલા ખેડુતોએ બેંકમાં આધારકાર્ડ અને મોબાઈલ નંબર સાથે જોડાણ કર્યું નથી. આધારકાર્ડ અને મોબાઈલ નંબર સાથે જોડાણ નહીં થઈને કારણે અસંખ્ય ખેડુતો દ્વારા વીમાનો લાભ મેળવ્યો નથી. પંચમહાલ જીલ્લા પંચાયત દ્વારા અવારનવાર ખેડુતો દ્વારા માંગણી તથા નોંધણી કરવા છતાં આજદિન સુધી લાભ અપાયો નથી. ગ્રામ્યસ્તરે VCE ગ્રામ પંચાયતમાં ઈ-ગ્રામ યોજના હેઠળ દરેક દસ્તાવેજ રજુ કરવા છતાં આજદિન સુધી 30 હજાર જેટલા ખેડુતોએ પોતાના હયાતીના દસ્તાવેજ જમા કર્યા નથી. હવે માત્ર બે માસ જેટલો સમય બાકી રહેવા તથા અવારનવાર માંગણી કરવા છતાં પૂરતા દસ્તાવેજ રજુ કરવામાં નિષ્ફળ ખેડુતો દ્વારા માંગણી કરવા છતાં તેઓ હવે આ લાભ કેટલો લે છે તે જોવું રહ્યું. ખેતીવાડી શાખા દ્વારા ગ્રામ સેવક અને તલાટી કમ મંત્ર દ્વારા ધરે ધરે પહોંચીને આ દસ્તાવેજ ફરજીયાત જમા કરવામાં લાભ પાત્ર થશે તેમ છે.

પંચમહાલ જીલ્લામાંં આવેલા 30 હજાર જેટલા ખેડુતોએ પોતાના દસ્તાવેજ જમા કરાવ્યા નથી. અવારનવાર માંગણી કરવા છતાં આજદિન સુધી લાભ એનાયત કરાયો નથી. કે.વાય.સી. મુજબ આધાર કાર્ડ અને બેંંક એકાઉન્ટ સાથે જોડાણ કરવામાં આવે તો તેઓ લાભલક્ષી બને તેમ છે. છેલ્લા લાંબા સમયથી 30 હજાર ખેડુતો દ્વારા બેંકો સાથે જોડાણ કરવામાં આવ્યું નથી. આથી ખેતીવાડીની શાખા દ્વારા VCE ને જાગૃતિ પ્રખર પ્રચાર કરવા છતાં આજદિન સુધી જમા કરવામાં નહીં આવતા તંત્રના માથે બે આંખ થાય તેમ છે. હવે જોવું રહ્યું છે કે ખેડુતો કેટલા આધારકાર્ડ જમા કરાવે છે.

બોકસ: બેંક સાથે જોડાણ નથી…..
પંંચમહાલ જીલ્લામાં 7 તાલુકા મુખ્યત્વે કૃષિપ્રધાન છે. કુલ વસ્તીના 80 % પ્રજા મહિલાઓ સહિત ખેતીકામ કરે છે. અત્યારે નોંધાયેલા કુલ 2,42,732 પૈકી 30 હજાર ખેડુતોના દસ્તાવેજ રજુ નહીં થતા આગામી માર્ચ માસમાં જમા થનાર 13મો હપ્તો જમા થશે નહીં. એક અંદાજ મુજબ જમીન વિહોણા કાંતો મૃત્યુ પામનાર કાંતો બેેંકમાં પોતાના દસ્તાવેજ જમા નહી કરાવ્યા છે. આવા કારણોસર આશરે 30 હજાર ખેડુતો લાભ ગુમાવે તેમ જણાય છે. તંત્ર દ્વારા અવારનવાર જાગૃતિ કાર્યક્રમ યોજવા છતાં આજદિન સુધી લાભ પાત્ર થયા નથી. તેઓ આગામી સમયમાં 30 હજાર ખેડુતો વીમાથી વંચિત રહે તો નવાઈ નહીં.

Don`t copy text!