મહીસાગર, મહીસાગર જીલ્લાના સંતરામપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે આદિજાતિ વિકાસ,પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડિંડોર નાં વરદહસ્તે ક્રુષિ વૈવિધ્યકરણ યોજના 2023-24 અંતર્ગત કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ,પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડિંડોર એ જણાવ્યું હતું કે, વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન મેળવે અને તેમની આવકમાં નોધ પાત્ર વધારો થાય તે હેતુથી સરકાર દ્વારા કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ 2023-24 માં મહીસાગર જીલ્લામાં આજથી વિતરણ ચાલુ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત આદિજાતિ ખેડૂતોને પાક લેવા માટે ખાતર અને બિયારણ આપવામાં આવશે. જે માટે મહીસાગર જીલ્લામાં રૂ.1.39 કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા આ યોજના મારફતે કરવામાં આવેલ છે.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ ખેડૂતોને રૂ.5200 ની સહાયનું ખાતર અને સુધારેલ બિયારણ આપવામાં આવે છે જેના થકી ખેડૂતોની આવકમાં નોધપાત્ર વધારો થશે.
આ પ્રસંગે જીલ્લા કલેકટરશ્રી ભાવિન પંડ્યા, પ્રાયોજના વહીવટદાર શ્રી, સંતરામપુર પ્રાંત અધિકારીશ્રી, તાલુકા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.