કૃષિ સહાય પેકેજનો લાભ મેળવવા તા. 31 જાન્યુઆરી સુધી ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવી

દાહોદ, દાહોદ જીલ્લાના ખેડૂતોને ચાલુ વર્ષે પોતાના પાકમાં થયેલ નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે ખેડૂતોએ ગ્રામ પંચાયતથી ટઈઊ અથવા ગ્રામસેવક મારફતે ડિજીટલ ગુજરાત VCE પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવુ. અરજી કરવા સાથે આધાર કાર્ડ, સાત – બાર, 8 – અ ની નકલ, બેંક પાસબુકની આઇ એફ એસ સી કોડ સાથેની નકલ, તલાટીનો પાક વાવેતરનો દાખલો તેમજ સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારની સહી સાથે વાંધા અંગેનું સંમતિ પત્રકની પ્રિન્ટ સાથે ઓનલાઇન અરજી તા. 29-12-2023 થી તા. 31-01-2024 સુધી આપવા જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જણાવાયુ છે.