ગાંધીનગર, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસનાં પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃતિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારીત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત ૨૦૪૭ ને લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત ૨૦૪૭ નું નિર્માણ કરવા માટેન રોડમેપ નક્કી કરતું ૩ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
અન્નદાતાઓની સમૃદ્ધિ માટે ઉત્પાદક્તા વધારવા અને પાકોનું મૂલ્યવર્ધન કરવા અમારી સરકાર કૃતસંકલ્પ છે. ખેતીમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પ્રિસિઝન ફાર્મિંગને પ્રોત્સાહન આપવું એ સમયની માંગ છે. આ માટે અમારી સરકારે ખેડૂતો અને મહિલાઓને ખેતીમાં ડ્રોનના ઉપયોગ માટે તાલીમ અને સહાય આપવા યોજનાઓ અમલી બનાવેલ છે. કૃષિ સંશોધન ક્ષેત્રે કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ કચ્છની ખારેકને ‘જી.આઇ.’ ટેગની માન્યતા મળી છે. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે બાગાયત, પશુપાલન, એગ્રો પ્રોસેસીંગ અને એગ્રો માર્કેટીંગમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ માટે સઘન પ્રયાસો હાથ ધરી ખેડૂતોની આવક વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે.
પાક કૃષિ વ્યવસ્થા :ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા લ્લ૭૦૧ કરોડની જોગવાઇ.
- વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે RS. ૩૫૦ કરોડની જોગવાઈ.
- રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત rs. ૨૧૮ કરોડની જોગવાઇ.
- એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા RS.૨૦૦ કરોડની જોગવાઇ.
- મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત સહાય આપવા માટે RS. ૭૭ કરોડની જોગવાઈ.
- ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ RS.૮૧ કરોડની જોગવાઇ.
- વધુ ઉત્પાદન આપતી સર્ટિફાઈડ જાતોના બિયારણ વિતરણ માટે સહાય આપવાના હેતુસર સીડ રીપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવા માટે RS. ૮૦ કરોડની જોગવાઈ.
- કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિવિમાન)ને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે RS.૫૬ કરોડની જોગવાઈ.
- ગુજરાત રાજયના ખેડૂતોને મીલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય, પ્રચાર પ્રસાર વગેરે માટે RS. ૩૫ કરોડની જોગવાઈ.
- પ્રાકૃતિક કૃષિ : ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ મળી કુલ RS. ૧૬૮ કરોડની જોગવાઇ.
- પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા RS. ૧૯૯ કરોડની જોગવાઇ.
- બાગાયત : સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ બાગાયતી પાકોના વાવેતર, વિવિધ ખેત કાર્યો તેમજ પાક સંગ્રહ માટે RS. ૨૯૪ કરોડની જોગવાઈ.
- નવા બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા તથા કાપણી પછીના વ્યવસ્થાપન માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા RS. ૧૬૦ કરોડની જોગવાઈ.
- બાગાયતી ખેત પેદાશોના મૂલ્યવર્ધન અને સંગ્રહ માટેની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા RS. ૬૫ કરોડની જોગવાઈ.
- મસાલા પાકોના સર્ટીફાઈડ બિયારણ, પપૈયા પાકમાં ફળપાક ઉત્પાદક્તા વધારવા અને ફળપાકોના જુના બગીચાઓના નવસર્જન માટે RS.૧૮ કરોડની જોગવાઇ.
- બાગાયત ખાતાના રોપ ઉછેર કેંદ્રોની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે RS. ૧૫ કરોડની જોગવાઈ.
- બાગાયતી પાકોના પાંચ નવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા માટે RS.૧૫ કરોડની જોગવાઈ.
- આદિજાતિ વિસ્તારોમાં મધમાખી પાલકોને મધમાખીની હાઈવ્સ તથા કોલોની પૂરી પાડવાની યોજના હેઠળ RS. ૬ કરોડની જોગવાઇ.
- કૃષિ યુનિવર્સિટીઓ: રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવાના હેતુથી મોરબી અને કચ્છ ખાતે નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મા ખાતે કૃષિ ઈજનેરી કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધન માટે RS. ૯૩૦ કરોડની જોગવાઇ.કરવામાં આવી છે