ક્રૂર પિતાની ધરપકડ કરી, તેની સગીર દીકરી પર ૨ વર્ષ સુધી બળાત્કાર કર્યો,

મુંબઇ, મુંબઈમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પિતા પર પોતાની જ દીકરી પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. જે બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ, મુંબઈના પૂર્વી ઉપનગર ગોવંડીમાં પોતાની ૧૩ વર્ષની પુત્રી પર બે વર્ષથી વારંવાર બળાત્કાર કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

મુંબઈની શિવાજી નગર પોલીસે જણાવ્યું કે આરોપી (૩૮) પર ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬, ૩૬૭ (૨) (હ), ૫૦૬ (૨) અને પ્રિવેન્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. ગયોઆ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મહિલાને તેના પતિના વર્તન પર શંકા ગઈ અને તેણે તેની પુત્રીને તેના વિશે પૂછ્યું.પોલીસ અધિકારીએ જણાવ્યું કે છોકરીએ ખુલાસો કર્યો કે તેના પિતાએ બે વર્ષ સુધી તેની સાથે વારંવાર બળાત્કાર કર્યો.પોલીસના જણાવ્યા અનુસાર, મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પીડિતાની માતાએ તેની પુત્રીને રડતી જોઈ અને તેના વિશે પૂછ્યું. આટલા દિવસો સુધી તે ચૂપ રહી કારણ કે આરોપીએ તેને ધમકી આપી હતી કે જો તેણીએ આ ઘટના વિશે કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશું. પીડિતાએ તેની માતાને જણાવ્યું કે આરોપી પિતાએ તેની સાથે ઘણી વખત બળાત્કાર કર્યો અને તેને અલગ-અલગ જગ્યાએ લઈ ગયો.

આ પછી પીડિતાની માતાએ નજીકના પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરી અને કેસ નોંયો. કેસ નોંધ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.