
મુંબઇ, સ્વીડનમાં યોજાયેલી સેક્સ ચેમ્પિયનશિપની વિજેતા જાહેર કરવામાં આવી છે. ક્રોએશિયાની સ્વીટ મેરી આ સેક્સચેમ્પિયનશિપની વિજેતા બની છે. સ્વીટ મેરીનું અસલી નામ નામ મારીજા જાદરાવેક છે, તે ક્રોએશિયાની છે અને તે એક પ્રોફેશનલ મોડલ છે.
ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ, વોલીબોલ, હોકી, બેડમિન્ટન અને બેઝબોલ જેવી રમતો લગભગ દરેક જણ જાણે છે, પરંતુ સ્વીડનમાં એક અજીબોગરીબ ચેમ્પિયનશીપ રમાઈ હતી. હકીક્તમાં સ્વીડન સેક્સને એક રમત તરીકે માન્યતા આપનારો વિશ્ર્વનો પહેલો દેશ બની ગયો છે. સ્વીડન યુરોપિયન સેક્સ ચેમ્પિયનશિપનું આયોજન કર્યુ હતુ. આ સેક્સ ચેમ્પિયનશિપ ૮ જુલાઈથી શરૂ થઈ હતી.
સ્વીટ મેરીને સેક્સ ચેમ્પિયનશિપ જીતવા બદલ ૮ લાખ ૬૦ હજાર પાઉન્ડની ઈનામી રકમ મળી છે. તે જ સમયે, આ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારી મહિલા સ્પર્ધકને દરરોજ ૬૯૦ પાઉન્ડ આપવાના હતા જ્યારે પુરુષોને ૩૪૫ પાઉન્ડ આપવાના હતા, જેના માટે વિવાદ થયો હતો.
છ સપ્તાહની આ ચેમ્પિયનશિપ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ છે. આયોજકોએ સહભાગીઓ પાસેથી હજારો પાઉન્ડની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.
જ્યારે આ ચેમ્પિયનશિપની વિજેતા સ્વીટ મેરી કહે છે કે સેક્સ ચેમ્પિયનશિપના આયોજક ડ્રેગન બ્રેટિકે દરેકને એક સારું પ્લેટફોર્મ આપ્યું હતું. તેણીએ તેણીના અનુભવને મહાન તરીકે વર્ણવ્યો હતો અને કંઈક તે આ ચેમ્પિયનશિપ ફરી વખત જ્યારે યોજાય ત્યારે તેમાં ભાગ લેવા માંગે છે.
સ્વીટ મેરીએ કહ્યું કે જ્યારે અમે આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે અમને દરેક ટર્મ અને કન્ડિશન વિશે ખૂબ જ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે દરેક પાર્ટીસિપેન્ટ ને કેટલું પેમેન્ટ આપવામાં આવશે અને વિજેતાને કેટલું મળશે. જો કે હવે આ અંગે વિવાદ ચાલી રહ્યો છે.