કેઆરકે ફરી એકવાર મોટી મુશ્કેલીમાં, માનહાનિના કેસમાં રાહત મળી નથી

મુંબઇ,

કેઆરકે પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે જેલ પણ જઈ ચૂક્યો છે. જણાવી દઈએ કે એક વખત કેઆરકે પણ સલમાન ખાન અને મનોજ બાજપેયી વિરુદ્ધ ટ્વિટ કરીને મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. મનોજ બાજપેયીએ અભિનેતા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.કેઆરકેને આ મામલે મયપ્રદેશ હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી.

જણાવી દઈએ કે ૧૩ ડિસેમ્બરે ઈન્દોર હાઈકોર્ટના જજ સત્યેન્દ્ર કુમાર સિંહે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું કે પુરાવાની તપાસ કર્યા પછી જ ખબર પડશે કે કથિત ટ્વીટ બાજપેયીની પ્રતિષ્ઠાને કલંક્તિ કરવાના ઈરાદાથી કરવામાં આવી હતી કે નહીં. ટ્રાયલના હાલના તબક્કે, કોર્ટને આ અંતર્ગત નિર્ણય લેવાનો છે. સીઆર.પી.સી.ની જોગવાઈ હસ્તગત સત્તાના ઉપયોગ દ્વારા કરી શકાતી નથી.”

કેઆરકેના વકીલે કહ્યું હતું કે આમાંથી એક ટ્વિટર હેન્ડલ કેઆરકે બોક્સ ઓફિસ” ૨૨ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ સલીમ અહેમદને વેચવામાં આવ્યું હતું. બાજપેયી વિશે કથિત ટ્વિટ સમયે કેઆરકે આ હેન્ડલનો ઉપયોગ કરી રહ્યો ન હતો. આ કેસની આગામી સુનાવણી ૧૭ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ જિલ્લા કોર્ટમાં થવાની છે.