- રાષ્ટ્રની અગ્રણી સહકારી સંસ્થા કૃભકો દ્વારા ક્લસ્ટર વિલેજ પ્રોગ્રામ અંતર્ગત પશુ ચિકિત્સા કેમ્પ અને બાળકોના નેત્ર ચેક અપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.
નદીસર,
પંચમહાલ જિલ્લામાં દતક ગ્રામ યોજના અંતર્ગત નદીસર (નવા) ગામ ખાતે ધી ખોડીયાર દૂધ ઉત્પાદક સ.મ.લી.ના સહયોગ થી પશુ નિદાન કેમ્પ યોજવામાં આવ્યું. જેમાં કાર્યકમનાં અધ્યક્ષ અશ્ર્વિનભાઈ પટેલ આર.જી.બી કૃભકો – નવી દિલ્હી, કાર્યકમમાં ઉદઘાટક રમેશભાઈ માછી અતિથિ વિશેષ દિલીપભાઈ પટેલ, સિનિયર એરિયા મેનેજર મુકેશભાઈ ગોધસરા હાજર રહ્યા હતા.
પશુ દવાખાનાના ડોકટર એન.એમ.ગોસાઈ દ્વારા મોટી સંખ્યામાં પશુ ધનનો ચેક એપ કરવામાં આવ્યું હતું અને જરૂરીયાતવાળા પશુઓની સ્થળ ઉપર સારવાર કરવામાં આવી હતી. આ ઉપરાત કૃભકો દ્વારા કે.એમ.મહેતા સાર્વજનિક હાઇસ્કુલ મોરવા રેના ખાતે શાળાના બાળકોની આંખની તપાસ, આંખના નંબર સહિત મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ. જેમાં અશ્ર્વિનભાઈ પટેલ પ્રમુખ, મોરવા રેના અર્થક્ષ સેવા સહકારી મંડળી લી.કાર્યકમના અધ્યક્ષ શાળાના આચાર્ય નરેશભાઈ પટેલ, શહેર તાલુકા હેલ્થ ઓફિસર ગઠવી અને ટી.એચ.ઓ. ઓફિસ શહેરા અને શાળા તરફથી હેલ્થ કેમ્પ માટે તમામ સુવિધા ઊભી કરવામાં આવી હતી. જેડ.એ.બાધી, ફિલ્ડ ઓફિસર કૃભકો દ્વારા બન્ને કાર્યકમનું સુંદર આયોજન અને સંચાલન કરવામાં આવ્યું. જેનો લાભ તમામ પશુપાલકો અને બાળકોએ મેળવેલ હતો.