કોઠંબા, કોઠંબા પંથકમાં ઉનાળાની કાળજાળ ગરમીમાં વીજ પુરવઠાના વપરાશ વધારાની સાથે વીજ પુરવઠો છેલ્લા એક અઠવાડિયાથી દિવસમાં અનેકવાર ખોટકાઈ જતાં લોકો પરેશાન થઈ રહ્યા છે. દિવસ દરમિયાન તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેતા તાપમાનમાં વીજળી ડુલ થવાની સમસ્યા ખુબ જ વધી ગઈ છે. વારંવાર દિવસમમાં 25 જેટલી વીજ ટ્રીપ મારી વીજ સપ્લાય બંધ થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા બે દિવસથી દર અડધા કલાકે વીજળી ડુલ થવાથી વીજ ઉપકરણોને નુકસાન થવા પામ્યુ છે. આવી કાળજાળ ગરમીમાં પંખા, બલ્બ, એ.સી., કુલર, ફ્રિજ જેવા ઉપકરણોને નુકસાન થઈ રહ્યુ છે ત્યારે ગરમીમાં લોકોના હાલ બેહાલ થયા છે.