કોટા રાષ્ટ્રીય કિશોર-કિશોરીઓ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી

સંજેલી,

સંજેલી તાલુકા ના પ્રા.આ.કે. સરોરી અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કોટા ખાતે તાલુકા આરોગ્ય અધિકારી(THO) ડો. હિતેશ ચારેલના માર્ગદર્શન હેઠળ છઇજઊં મેડિકલ ઓફિસર ડો કલ્પેશ બામણીયા અને ડો. સીમા જૈન અને CHO/MPHW/FHW દ્વારા રાષ્ટ્રીય કિશોર-કિશોરીઓ સ્વાસ્થ્ય કાર્યક્રમ(RKSK) પ્રોગ્રામ અંતર્ગત કિશોર કિશોરીઓને આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર દ્વારા કિશોર અને કિશોરીઓને નીચેનાં ટોપિક અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી.

પોષણ અને એનિમયાના કારણો અને લક્ષણો વિશે સમજ તેમજ તેની સારવાર શું છે. તેની સમજ આપવામાં આવી.

આઈ.એફ. એ.ગોળી અને ન્યુટ્રીશન વિશે સમજ આપવામાં આવી. સિકલસેલ વિશે વિસ્તૃત માહિતી જેવી કે તેના કારણો અને લક્ષણો વિશે સમજ તેમજ તેની સારવાર શું છે આ સિકલસેલ ને કેવી રીતે અટકાવી શકાય તે બાબત વિશે સમજ આપવામાં આવી.

કિશોરી કિશોરીઓને શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફેરફાર વિશે સમજ. કિશોરીઓને માસિક ચક્ર અને તેમાં રાખવામાં આવતી સ્વચ્છતાં વિશે સમજ અને કિશોરીઓને જાતીય અંગ વિશે સમજ આપવામાં આવી. માનસિક સ્વાસ્થ્ય વિશે માહિતી હાથ ધોવાની રીત (Hand washing Steps) અને તેનું મહત્વ વિશે સમજ આપવામાં આવી. તેમજ આ માહિતી તેઓ બધાને આપતા થાય તેવી રજુઆત કરવામાં આવી.