કોણ છે રિદ્ધિમા પંડિત? શુભમન ગિલ સાથે લગ્નની અફવાથી આવી ચર્ચામાં

રિદ્ધિમા પંડિત ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તે ટીવી સીરિયલ ’બહુ હમારી રજની કાંત’થી દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ હતી. તેનું ’રોબોટ બહુ’ પાત્ર ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં તે એટલી લોકપ્રિયતા મેળવી શકી ન હતી.રિદ્ધિમા પંડિત પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. આ દિવસોમાં અભિનેત્રીનું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાઈ રહ્યું છે. સમાચાર છે કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. જેના પર અભિનેત્રીએ પોતાનું મૌન તોડ્યું અને કહ્યું કે આમાં કોઈ સત્ય નથી આ તમામ સમાચાર સંપૂર્ણપણે ફેક છે.

હૃતિક રોશન સાથે આ કનેક્શન- જ્યારથી રિદ્ધિમાનું નામ શુભમન ગિલ સાથે જોડાયું છે ત્યારથી દરેક તેના વિશે શોધ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શુભમન પહેલા રિદ્ધિમાનું નામ હૃતિક રોશનના કઝિન ભાઈ ઈશાન રોશન સાથે પણ જોડાયું હતું. જે સંગીતકાર રાજેશ રોશનના પુત્ર છે. રિપોર્ટ્સ અનુસાર, બંને ૧૦ વર્ષ સુધી રિલેશનશિપમાં હતા પરંતુ બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.ઈશાન રોશન સિવાય રિદ્ધિમાનું નામ ટીવી એક્ટર કુશાલ ટંડન સાથે પણ જોડવામાં આવ્યું છે, જોકે અભિનેત્રીએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હાલમાં રિદ્ધિમા ૩૩ વર્ષની ઉંમરે સિંગલ છે અને તેણે એક ઇન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેણે લગ્ન કરતા પહેલા તેના ઇંડા ફ્રીઝ કર્યા છે. અભિનેત્રીએ કહ્યું હતું કે તે કોઈ પણ પ્રકારની તક લેવા માંગતી નથી.

રિદ્ધિમાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટીવી સિરિયલો સિવાય તેણે ઘણા રિયાલિટી શોમાં પણ કામ કર્યું હતું. અભિનેત્રી ’ખતરો કે ખિલાડી ૯’માં પણ જોવા મળી હતી અને તે સેકન્ડ રનર-અપ રહી હતી. આ સિવાય તે ’બિગ બોસ ઓટીટી સીઝન ૧’માં જોવા મળી હતી પરંતુ ખૂબ જ જલ્દી તે શોમાંથી બહાર થઈ ગઈ હતી. હાલમાં તેની નેટવર્થ અંગે કોઈ માહિતી નથી.