કોલકતા,
ડેમોક્રેટિક આઝાદ પાર્ટી(ડીએપી)ના પ્રમુખ ગુલામ નબી આઝાદે કહ્યું કે કોલકતા દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને તેનો શ્રેય આપવો જોઇએ આઝાદ વિશ્ર્વ યુનાની દિવસ પર એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોલકતામાં આવ્યા હતાં.તેમણે પત્રકારોને કહ્યું કે હું કોલકતાને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક બનાવવા માટે મમતા બેનર્જીને અભિનંદન આપવા માંગુ છું.
આઝાદે કહ્યું કે હું ગત ૪૫ વર્ષથી કોલકતા આવી રહ્યો છું અને ત્યારે હું કોંગ્રેસ યુથની સાથે હતો.તે સમયે કોલકતા સૌથી ગંદા શહેરોમાંથી એક હતું આજે આ (કોલકતા) બદલાઇ ગયું છે અને તેનો શ્રેય મમતા બેનર્જી,નગર નિગમ અને નગરસેવકોને જાય છે.તેમણે કહ્યું કે વર્તમાનમાં કોલકતામાં દેશનું સૌથી સારૂ આરોગ્ય માળખુ છે.
આઝાદે કહ્યું કે મને લાગે છે કે ભારતનની સૌથી અનુશાસિત ટ્રાફિત વ્યવસ્થા કોલકતામાં છે અને તેનો પણ શ્રેય મુખ્યમંત્રી અને ટ્રાફિક પોલીસને જવો જોઇએ મે ચિકિતદ્સકોથી વાત કરી અને અનુભવ્યું કે શહેરનું આરોગ્ય માળખુ પણ ભારતમાં સૌથી સારૂ છે.