કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનિંગ બેટર જેસન રોયને દંડ ફટકારવામાં આવ્યો

મુંબઇ,આઇપીએલ ૨૦૨૩ માં એક ક્રિકેટરે એવી શરમજનક હરક્ત કરી કે મોટો હોબાળો મચી ગયો છે. જો કે ત્યારબાદ તરત જ બીસીસીઆઇ પણ એક્શનમાં આવી ગયું. કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનિંગ બેટર જેસન રોયે બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદધ રમાયેલી આઈપીએલ મેચ દરમિયાન એક એવી હરક્ત કરી કે ત્યારબાદ બીસીસીઆઇ એ તેમને સજા પણ આપી દીધી. ગુસ્સામાં કરેલી એક ભૂલ જેસન રોયને ભારે પડી ગઈ. આ બેટર પર મેચ ફીના ૧૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

વાત જાણે એમ છે કે કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનિંગ બેટર જેસન રોયને આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર વિજયકુમાર વૈશાકે ક્લીન બોલ્ડ કરી નાખ્યો. ક્લીન બોલ્ડ થતા જ જેસન રોયે જમીન પર પડેલી સ્ટેમ્પની બેલ્સ પર પોતાનો બેટ જોરથી માર્યું. જેસન રોય પર તરત જ આ હરક્ત બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. જેસન રોય ક્રિકેટ ઉપકરણનું અપમાન કરવા અને નુક્સાન પહોંચાડવાના મામલે દોષિત જણાયો છે. જેસન રોયે આઈપીએલ આચાર સંહિતાની કલમ ૨.૨નો ભંગ કર્યો છે.

આઇપીએલએ એક પ્રેસ રિલીઝ કરીને કહ્યું કે જેસન રોય પર આઈપીએલની આચાર સંહિતાની કલમ ૨.૨ના ભંગ બદલ દંડ કરાયો છે. જેસન રોયે આઈપીએલની આચાર સંહિતાની કલમ ૨.૨ હેઠળ લેવલ ૧નો અપરાધ સ્વીકાર્યો છે. આચાર સંહિતા ૧ના ભંગ બદલ મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બાયકારી છે. આઈપીએલ આચાર સંહિતાની કલમ ૨.૨ મેચ દરમિયાન ક્રિકેટ ઉપકરણ કે કપડાં, ગ્રાઉન્ડ ઉપકરણના દુરઉપયોગ સાથે જોડાયેલો છે.

અત્રે જણાવવાનું કે ઓપનિંગ બેટર જેસન રોયની અડધી સદી અને કેપ્ટન નીતિશ રાણાની ધમાકેદાર ઈનિંગ બાદ બોલર્સના શાનદાર પ્રદર્શનને પગલે કોલકાતા નાઈટ રાઈડર્સે બુધવારની આરસીબી સામની મેચ ૨૧ રનથી જીતીને સતત ચાર હાલનો સિલસિલો તોડ્યો છે. કોલકાતાના ૨૦૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા આરસીબીની ટીમ કેપ્ટન વિરાટ કોહલીના ૫૪ રન છતાં આઠ વિકેટ પર ફક્ત ૧૭૯ રન કરી શકી. કોહલી ઉપરાંત મહિપાલ લોમરોરે ૩૪, દિનેશ કાતકે ૨૨ રન કર્યા હતા.