
- મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં સીબીઆઈએ કહ્યું છે કે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ કેસમાં ક્રાઈમ સીન સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલાને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સીબીઆઈએ અંતિમ સંસ્કાર બાદ એફઆઈઆર દાખલ કરવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
૨૦ ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે આરજી કાર કોલેજની ઘટના પર સુઓ મોટુ સંજ્ઞાન લીધું હતું અને સુનાવણી કરી હતી. આ જ સુનાવણી દરમિયાન કોર્ટે સીબીઆઈ અને બંગાળ સરકારને આ ઘટનાની તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર, આરજી કાર મેડિકલ કોલેજ કેસમાં સુપ્રીમ કોર્ટમાં બંગાળ સરકારનું પ્રતિનિધિત્વ કરતી કાનૂની ટીમમાં ૨૧ વકીલોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારની લીગલ ટીમમાં ૫ વકીલોનો સમાવેશ થાય છે. મંગળવારે સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને ડોક્ટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. કોર્ટે બંગાળ સરકાર અને પોલીસ પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ઇય્ કાર મેડિકલ કોલેજમાં અપરાધના સ્થળને સુરક્ષિત કરવામાં સક્ષમ ન હોવા બદલ સુપ્રીમ કોર્ટે બંગાળ પોલીસને ઠપકો પણ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની કાર્યશૈલી પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે કેટલાંક કલાકો વીતી જવા છતાં પ્રિન્સિપાલે એફઆઈઆર કેમ નોંધાવી નથી. સુપ્રીમ કોર્ટે એ વાત પર પણ નારાજગી વ્યક્ત કરી હતી કે મૃતકના પરિવારજનોને મૃતદેહ જોવા માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. ઇય્ ગઈકાલે મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટરની બળાત્કાર બાદ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થીઓ આને લઈને વિરોધ કરી રહ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને રેસિડેન્ટ ડૉક્ટર્સનું સંગઠન ફોર્ડા પણ આ ઘટનાનો વિરોધ કરી રહ્યાં છે.