નવીદિલ્હી, દિલ્હી હોય, મુંબઈ હોય કે બેંગલુરુ, દરેક જગ્યાએ તમે મેટ્રોને અંડરગ્રાઉન્ડ અથવા એલિવેટેડ જોઈ હશે. ભારતમાં પહેલીવાર મેટ્રો નદીની અંદરથી પસાર થશે. કોલકાતા મેટ્રોનો દાવો છે કે આની સાથે કલાકો જેટલો સમય લાગે તે સફર મિનિટોમાં પૂરી થઈ જશે. તમે માત્ર એક મિનિટમાં મેટ્રો દ્વારા હુબલી નદી પાર કરી શકશો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વોટર ટનલ મેટ્રોને જનતાને સમપત કરવા જઈ રહ્યા છે.
ઈસ્ટ વેસ્ટ મેટ્રો ટનલ કોલકાતા મેટ્રો દ્વારા બનાવવામાં આવેલી પાણીની અંદરની નદીની ટનલ છે. કોલકાતા મેટ્રોએ તાજેતરમાં અંડરવોટર મેટ્રો ટ્રેનની ટ્રાયલ હાથ ધરી છે. આ ટનલ હુગલી નદીના પૂર્વ કિનારે એસ્પ્લેનેડ અને પશ્ર્ચિમ કિનારે હાવડા મેદાનને જોડે છે. દેશમાં પહેલીવાર આવું બનવા જઈ રહ્યું છે, જ્યારે નદીની અંદર મેટ્રો દોડશે.
આ ટનલ સપાટીથી અંદાજે ૩૩ મીટર નીચે છે. હાવડાથી એસ્પ્લેનેડનો કુલ રૂટ ૪.૮ કિલોમીટર લાંબો છે. તેમાં ૫૨૦ મીટરની પાણીની અંદરની ટનલ છે. આ અડધા કિલોમીટર લાંબી પાણીની અંદરની ટનલમાંથી મુસાફરો ૧ મિનિટથી પણ ઓછા સમયમાં પસાર થશે. કોલકાતા મેટ્રોની આ ટનલ લંડન અને પેરિસ વચ્ચેની ચેનલ ટનલમાંથી પસાર થતી યુરોસ્ટાર ટ્રેનની જેમ બનાવવામાં આવી છે. છકર્ષ્ઠહજ એપ્રિલ ૨૦૧૭ માં ટનલ બનાવવા માટે ખોદકામ શરૂ કર્યું અને તે જ વર્ષના જુલાઈમાં પૂર્ણ કર્યું.
આ અંડરવોટર મેટ્રો ટનલનો નીચેનો ભાગ પાણીની સપાટીથી ૩૩ મીટર નીચે છે. તે એન્જિનિયરિંગના ચમત્કારથી ઓછું નથી. તેના બાંધકામમાં વોટરપ્રૂફિંગ અને ટનલ ડિઝાઇનિંગ મુખ્ય પડકારો હતા. ટનલના નિર્માણ દરમિયાન, ૨૪૭ ક્રૂ તૈનાત કરવામાં આવ્યા હતા.TBM (ટનલ બોરિંગ મશીન) વડે ટનલ બનાવવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. નદીમાં પ્રવેશતા પહેલા ટીબીએમ એન્ટી-લીકેજ સિસ્ટમથી સજ્જ હતા. આ ટનલ ૧૨૦ વર્ષથી સેવા આપવા માટે બનાવવામાં આવી છે. નદીની ટનલમાં પાણીનું એક ટીપું પણ પ્રવેશી શક્તું નથી.
વિદ્યાસાગર સેતુ એ ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે અને એશિયામાં સૌથી લાંબો પુલ છે. તેની લંબાઈ ૮૨૩ મીટર (૨૭૦૦ ફૂટ) છે. હુગલી નદી પર બનેલો આ બીજો પુલ છે. પ્રથમ હાવડા બ્રિજ જે રવિન્દ્ર સેતુ તરીકે પણ ઓળખાય છે. હુગલી નદી, જેને ભાગીરથી-હુગલી, ગંગા અને કટી-ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ગંગા નદીની ઉપનદી તરીકે પશ્ર્ચિમ બંગાળમાં લગભગ ૨૬૦ કિલોમીટર સુધી વહે છે. તે ગિરિયા, મુશદાબાદ પાસે પદ્મ અને હુગલીમાં વિભાજિત થાય છે.