કોલકત્તા રેપ વિથ મર્ડરની ઘટનાના : ગોધરા મેડિકલ એસોસિએશને રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપ્યું.

પશ્ચિમ બંગાળમાં આવેલ કોલકત્તા ખાતે તબીબી મહિલા ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાને લઈને સમગ્ર દેશ હચમચી ગયું છે. ત્યારે કસૂરવારને પકડી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ સાથે આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરા મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદનપત્ર રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર દ્વારા જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં આવેલ કોલકત્તામાં બનેલ ઘટનાને લઈને પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના તમામ હોસ્પિટલોના ડોક્ટરોએ હડતાલ ઉપર ઉતર્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં પણ 24 કલાક ઓપીડી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 24 કલાકની ઓપીડી સિવાય માત્ર ઇમર્જન્સીના દર્દીઓને જ સારવાર આપવામાં આવશે. તેવું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં કોલકાતા ખાતે તબીબી મહિલા ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાને લઈને પંચમહાલ જિલ્લાના ડોક્ટરો દ્વારા વિરોધ નોંધાવી અને ગોધરા મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપી કસુરવાર સામે કાયદેસરના પગલાં ભરી કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખાનગી હોસ્પિટલના 70 જેટલાં તબીબ ડોક્ટરો હડતાળમાં જોડાયા હતા.