કોઈને ન પૂછો પણ મને પૂછો તો હું કહીશ કે રામાયણ અને તેના પાત્રોની સત્ય હકીક્ત: મોરારીબાપુ

રાજકોટ, ગુજરાત સહિત દેશભરમાં હાલ ફિલ્મ આદિપુરુષને લઈ વિવાદ ચાલુ છે. આ દરમિયાન હવે ફિલ્મમાં કેટલાક ડાયલોગમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે કર્ણ પ્રયાગની રામકથામાં મોરારીબાપુનું મોટું નિવેદન સામે આવ્યું છે. કથાકાર મોરારીબાપુએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, નવલકથા હોઈ કે ફિલ્મ રામાયણ અને તેના પાત્રો વિષે યોગ્ય બોલાતું નથી, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો લો.

કથાકાર મોરારી બાપુએ કહ્યું કે, કોઈને ન પૂછો પણ મને પૂછો તો હું કહીશ કે, રામાયણ અને તેના પાત્રોની સત્ય હકીક્ત. આ સાથે તેમણે કહ્યું કે, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો લો. મહત્વનું છે કે, મોરારીબાપુએ રામાયણ સિરિયલના રામાનંદ સાગરને યાદ કરતાં કહ્યું કે, સિરિયલ બનાવતા પૂર્વે રામાનંદ સાગર તલગાજરડા આવ્યા હતા.