કોલકતા, ટીએમસી ધારાસભ્ય રામેન્દુ સિન્હાએ રામ મંદિરને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે રામ મંદિરને અપવિત્ર સ્થળ ગણાવ્યું છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ હિંદુએ રામ મંદિરમાં પૂજા માટે ન જવું જોઈએ. તારકેશ્ર્વરના ટીએમસી ધારાસભ્યના આ નિવેદનને લઈને હોબાળો થયો છે. રામેન્દુ સિન્હાના આ નિવેદનની દરેક જગ્યાએ નિંદા થઈ રહી છે.
બંગાળના બીજેપી નેતા સુવેન્દુ અધિકારીએ રામેન્દુ સિંહા પર આકરા પ્રહારો કર્યા છે. સુવેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે હું તેમના અપમાનજનક નિવેદનની માત્ર સખત નિંદા જ નથી કરતો, પરંતુ વિશ્ર્વભરના હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવું ધિક્કારપાત્ર નિવેદન કરવા બદલ આ વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાની પણ તૈયારી કરી રહ્યો છું.
ટીએમસી પર પ્રહાર કરતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે આ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓનું સત્ય છે. હિન્દુઓ પર હુમલો કરવાની તેમની હિંમત એટલી વધી ગઈ છે કે હવે તેઓ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરને ’અશુદ્ધ’ કહેવાની હિંમત ધરાવે છે. તારકેશ્ર્વરના ધારાસભ્ય રામેન્દુ સિંહા રોયે ભવ્ય રામ મંદિરને અપવિત્ર ગણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે કોઈપણ ભારતીય હિન્દુએ આવા અપવિત્ર સ્થાન પર પૂજા કરવી જોઈએ નહીં. તેમનું આ વર્ણન ભગવાન શ્રી રામ પ્રત્યે ટીએમસી નેતૃત્વની લાગણી દર્શાવે છે. તારકેશ્ર્વર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય – રામેન્દુ સિંહા રોય, જેઓ આરમબાગ સંગઠનાત્મક જિલ્લામાંથી ટીએમસીના છે.
અધિકારીએ વધુમાં કહ્યું કે હું માત્ર તેમના અપમાનજનક નિવેદનની નિંદા નથી કરતો, પરંતુ વિશ્ર્વભરના હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવું ઘૃણાસ્પદ નિવેદન કરવા બદલ આ વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાની પણ તૈયારી કરી રહ્યો છું. રામેન્દુ સિંહા આરામબાગ સંગઠનાત્મક જિલ્લાના ટીએમસી અયક્ષ છે.