કોઈપણ જાતના ભેદભાવ વિના પંચમહાલ જીલ્લાની ૩૮ બેઠકોને સાંકળતા ૭૦૦ ગામોમાં વિકાસના કામોને અગ્રીમતા અપાશે : પ્રમુખ કુ.કામીનીબેન ગોપાલસિંહ સોલંકી

ગોધરા,
પંચમહાલ જીલ્લા પંચાયતમાં એકમાત્ર લોકલાડીલા નેતા એવા યુવા કુ. કામિનીબેન ગોપાલસિંહ સોલંકી એ ૩૮ બેઠકો સાથે ૭૦૦ ઉપરાંત ગ્રામ પંચાયતો ના પ્રતિનિધી તરીકે ચૂંટાઇ આવતાં ઠેર-ઠેર ગામોમાંથી આવેલા સરપંચો તથા ભાજપ સમર્થકોએ ભારત માતા કી જય ના નારા સાથે તેઓને તાજપોશી કરાઇ હતી. એકમાત્ર મહિલા ઉમેદવાર દ્વારા વર્ષોથી સંગઠનમાં કામ કરી પદ હાંસલ કરનાર એકમાત્ર યુવા મહિલા ઉમેદવારોને ચારેતરફ થી શુભેચ્છાનો દોર જામ્યો હતો. દરમ્યાન પૂર્વ સાંસદ ગોપાલસિંહ સોલંકી તથા પ્રભાતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓમાં જુસ્સો ઉભો કરીને લોક વિકાસ માટે માર્ગદર્શન આપ્યું હતું. પંચમહાલ જીલ્લા પંચાયતની ૩૮ બેઠકો ધરાવતાં ઠેરઠેર ગ્રામ્ય વિસ્તારોમાંં આવાસના શૌચાલય સહિતના અન્ય અધુરા રહેલ યોજનાકીય કામગીરી પૂર્ણ કરવા માટે માત્ર અધિકારીઓને ટુંકા દિવસનો સમય આપ્યો છે. અને તલાટીઓ, સરપંચ સહિતને દોડતા કરીને મહિલા પ્રમુખ હંમેશા પ્રજાના મનમાં વસ્યા છે. આ માટે બેઠકનું આયોજન કરીને જરૂરી સૂચના આપનાર છે.

છેલ્લા કેટલાક દિવસોથી પંચમહાલ જીલ્લા પંચાયતની ૩૮ સર્ંપૂણ રીતે કબ્જો કરીને ભગવો લ્હેરાયો હતો અને સામાન્ય મહિલા અનામત બેઠક હોવાને લઈને કોણ દાવેદાર તેવી ગણતરીઓ સંગઠનકારો તથા અન્ય મતદારોમાં પણ મતાંતરો સર્જાયા હતા. પરંતુ ભાજપના સંગઠનના સ્થાપના વર્ષથી જ સર્ંપૂણ રીતે તન-મન-ધનથી સમર્પિત રહેનાર એવા પૂર્વ સાંસદના પરિવાર ઉપર પસંદગીનો કરશ ઢોળવતાં ગોધરા તાલુકાની અંબાલી બેઠક ઉપર થી સૌ પ્રથમવાર યુવા ચુટાયેલા કુ.કામીનીબેન ગોપાલસિંહ સોલંકી એકમાત્ર દાવેદાર ગણાઈ રહ્યા હતા. કુ.કામીનીબેન ગોપાલસિંહ સોલંકી દ્વારા ભરાયેલા ફોર્મ સામે કોઈપણ દાવેદારો રજુઆત નહીં કરાતા એકમાત્ર બિનહરીફ ઉમેદવાર રહ્યા હતા. પ્રક્રિયા દરમ્યાન છેક શહેરા તાલુકા થી માંડીને જાંબુધોડા એટલે કે, અડધી લોકસભા ધરાવતા પંચમહાલ જીલ્લા પંચાયતના ચુંટાયેલા ભાજપના સભ્યો હાજર રહીને તેઓને સમર્થન આપીને પ્રમુખપદે કુ.કામીનીબેન ગોપાલસિંહ સોલંકીને સર્વાનુમતે ચુંટી કાઢવામાં આવતાં સમગ્ર પંચમહાલ જીલ્લામાંથી ભાજપ તથા વહેપારી, ખેડુતો, મહિલાઓ, યુવાનો સહિતોમાં આનંદની લહેર ઉઠી હતી. તેઓને આવકારવા માટે પંચમહાલ જીલ્લા પંચાયતમાં ડીડીઓ, ડે.ડીડીઓ તથા તમામ શાખાઓના અધિકારીઓ, કર્મચારીઓ તેઓની તાજપોશી દરમ્યાન હાજર રહીને શુભેચ્છા પાઠવી વિકાસના કામો માટે તેઓએ કટીબઘ્ધતા વ્યક્ત કરી હતી. લોકસભાનું વિસ્તાર સાંકળનાર પંચમહાલ જીલ્લા પંચાયતમાં અધુરા રહેલ વિસ્તારોને વિસ્તૃતકરણના જીલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાની જવાબદારીઓને પૂર્ણ કરવા માટે ઉપસ્થિત સર્વે ભાજપા કાર્યકર્તાઓએ ખાત્રી આપી હતી. પ્રમુખ તરીકે બિરાજમાન એવા કુ.કામીનીબેન ગોપાલસિંહ સોલંકી વિજેતા જાહેર થતા પંચમહાલ જીલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો છે. તેઓની જવાબદારીના ભાગરૂપ લોક કલ્યાણાના કામો કરવાના કોલ આપ્યા હતા. આ સાથે તમામ તાલુકા પંચાયતોમાં ભગવો લહેરાવા સાથે તમામ ભાજપા સમર્થક સભ્યો ચૂંટાયા છે. તેઓએ હવે પંચમહાલ જીલ્લા પંચાયતમાં ચૂંટાયેલા કુ.કામીનીબેન ગોપાલસિંહ સોલંકીના અને ભાજપાને કલ્યાણકારી યોજનાઓને લોકહીતમાં અને લોક સમર્થન સાથે તમામ ગામે ગામ ફરીને પ્રમુખપદે સત્તારૂઢ થયેલ કુ.કામીનીબેન ગોપાલસિંહ સોલંકી લોકપ્રશ્ર્ન જાણવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે.

તમામે તમામ ચુંટાયેલા ૩૮ બેઠકોના સભ્યો સાથે ચર્ચા કરીને પ્રશ્ર્નોના નિરાકરણ માટે અગ્રીમતા અપાશે…

સત્તારૂઢ થયેલ પ્રમુખ પદે કુ.કામીનીબેન ગોપાલસિંહ સોલંકી એ ટૂંકી વાતચીતમાં જણાવ્યું હતું કે, સાતે સાત તાલુકામાં આવેલા ૭૦૦ ઉપરાંત ગામો માંથી ચુંટાયેલા તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો તથા દરેક જાતિના આગેવાનોને સાથે રાખીને તેઓની સમસ્યા જાણીને તેના નિરાકરણ માટે હંમેશા વિકાસના કામો હાથ ધરવામાં આવશે એટલું ચોકકસ વિશ્ર્વાસ સાથે જણાવું છું કે, ટુંકા ગાળામાં ભાજપે મને પદભાર સોંપવાનો વિશ્ર્વાસ મૂકયો તેને સાકાર કરવાનો એકમાત્ર સ્વપ્નું છે. આ સ્વપ્નું પ્રજાનું છે. પહેલા જ દિવસ થી અંબાલી બેઠક થીજ મુલાકાતો શ‚ કરીને તમામ ૩૮ બેઠકો રોજેરોજ આવીને લોકોને આવાસ,શૌચાલય વ્યકિતગત યોજનાઓ જેવી કે રેશનકાર્ડ, વારસાઈ, વિધવા સહાય તથા યુવા યોજનાઓને પ્રાધાન્ય આપવાનું બિડું ઝડપાવામાં આવ્યું છે.

ઘરે ઘરે લાપસીના આંધણ મુકાયા….

પંચમહાલ જીલ્લા પંચાયત ભૌગોલિક રીતે ૭૦૦ ઉપરાંત ગામોને સાંકળી લે છે. આ ગામોમાં વસતા તમામ રહિશો માટે તેઓ એક ચુંટાયેલા લોક સેવક ગણતા પ્રમુખ કુ.કામીનીબેન ગોપાલસિંહ સોલંકી દ્વારા પ્રજાલક્ષી કામોને પ્રાધાન્ય આપ્યું છે. ભૂતકાળમાં પંચમહાલ, દાહોદ, મહિસાગર જીલ્લા માટે સ્થાપક ગણાતા અને હંમેશા નવા કાર્યકતાઓને પ્રજાલક્ષી કાર્યો માટે જાહેર કરનાર માજી. સાંસદ ગોપાલસિંહ સોલંકીના અર્થાગ પ્રયત્નોથી તેઓ લોકપ્રિય છે. આ લોકપ્રિયતામાં વધુ ઉમેરો થઈને સેવા કાર્યોમાં ઉમેરો થતાં ઠેરઠેર ગામોમાં આનંદની લહેર ઉઠી હતી. અને ઘેર ઘેર લાપસીના આંધણ મુકાયા હતા. અને હોળી પૂર્વે જીલ્લા પંચાયતમાં કેસરીયા રંગે રંંગાતા સૌ કોઈ ખુશખુશાલ છે.

સેવાલક્ષી કાર્યો થી ગોપાલસિંહ સોલંકી એ પોતાની આગવી ઓળખ ઉભી કરી..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કર્મભૂમિ એવી ગોધરા શહેરમાં હંમેશા સ્વચ્છ અને સેવાલક્ષી કાર્યકરો ઉભા કરવાનું મનોમન અભિયાન હાથ ધરીને સેવાલક્ષીમાં જોતરવામાં આવી રહ્યા હતા. તે પૈકી વર્ષ ૧૯૭૫માં જનતાદળ તરીકે ઓળખાતા રાષ્ટ્રીય સેવા સંઘ માટે પસંદગીતા અને બુદ્ધિકર્તા કાર્યકર્તાઓને પ્રજામાં કામ સોંપવામાં આવ્યું હતું. દરમ્યાન નવજુવાન એવા વકીલની કારકીર્દી શરૂ કરનાર ગોપાલસિંહ સોલંકીને ગોધરા શહેર તથા તાલુકાના ગામો ગામની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓએ પ્રામાણિકપણે ભાજપા માટે સંગઠન મજબુત કરીને પોતાની એક નવી પહેચાન ઉભી કરી હતી.