મુંબઇ,\ કંગના રનોટનું કહેવું છે કે કોઈએ પણ લાઇફમાં ઘરે બેસી રહેવાની કોશિશ ન કરવી જોઈએ. આજથી નવા વર્ષની શરૂઆત થઈ છે. આથી ગઈ કાલે કંગનાએ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેણે ૨૦૨૩માં શું શીખી એ લખ્યું હતું. આ વિશે કંગનાએ લખ્યું હતું કે ’આઉટ ઑફ પ્લેસ રહેવાની એક ઇનબિલ્ટ ફીલિંગ સાથે હું મોટી થઈ છું. મેં મારા સપનાનું ઘર બનાવ્યું, ફાર્મ બનાવ્યું, કૉટેજિસ બનાવ્યાં.
હું ખુશ છું, મારી પાસે બધું છે, મને માનસિક શાંતિ પણ છે; પરંતુ હું ઘરે હોઉં એવું મને ક્યારેય ફીલ નથી થયું. ધીમે-ધીમે આપણને એહસાસ થાય છે કે આપણે આ બૉડીમાં સેટલ થવા માટે નથી આવ્યા. આપણે એનો એહસાસ કરવો જોઈએ અને ઘરમાં ક્યારેય બેસી રહેવાની કોશિશ ન કરવી જોઈએ. મેં જ્યારે એનો એહસાસ કર્યો કે હું આ બૉડીમાં ફક્ત ફિટ થવા માટે નથી આવી ત્યારે હું ખરેખર હોઉં એવો મને એહસાસ થયો. ૨૦૨૩માં હું આ શીખી છું. તમને જ્યારે પણ લાગે કે તમે કોઈ જગ્યાએ ફિટ નથી થતા ત્યારે સમજજો તમે તમારા ઘર તરફ જઈ રહ્યા છો.’