દુબઈ,
વિરાટ કોહલી ભારતનો સફળ કેપ્ટન છે. તે ટેસ્ટ ક્રિકેટમાં ૬૦ ટકા સફળતા હાંસલ કરી ચૂક્યો છે પરંતુ આઇપીએલની વાત કરીએ તો તેની કપ્તાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ ક્યારેય ચેમ્પિયન બની શકી નથી. આ અંગે કારણ આપતાં બેંગલોરના ભૂતપૂર્વ કોચ રે જેિંનગ્સે જણાવ્યું હતું કે કોહલીએ ઘણી વાર અયોગ્ય ખેલાડીઓને સમર્થન કર્યું હતું. જેને કારણે આઇપીએલની એકેય સિઝનમાં બેંગલોરની ટીમ વિજેતા બની શકી નથી. રે જેિંનગ્સે આ માટે કોહલીને જવાબદાર ઠેરવ્યો હતો.
રે જેિંનગ્સે ૨૦૦૯થી ૨૦૧૩ દરમિયાન આરસીબીને કોિંચગ આપ્યું હતું. તેમણે કહૃાું કે હું ઇચ્છતો હતો કે કેટલાક ખેલાડી ખાસ ભૂમિકા ભજવે પરંતુ કોહલીની પ્લાિંનગ અલગ જ હતી. મને પાછળ ફરીને જોવાનું કહેવામાં આવે તો આઇપીએલમાં એક ટીમ પાસે ૨૫થી ૩૦ ખેલાડીઓનું દળ હોય છે અને એ તમામ ખેલાડીની દેખરેખ રાખવાની જવાબદારી કોચની હોય છે. ક્યારેક કોહલી ટીમમાં એકલો હતો. તેણે ખોટા અને અયોગ્ય ખેલાડીઓને સપોર્ટ કર્યો હતો. જોકે તેના માટે તમે તેને દોષિત ઠેરવી શકો નહીં. હું ઇચ્છતો હતો કે કેટલાક ખેલાડીઓ ચોક્કસ પરિસ્થિતિમાં બેિંટગ કે બોિંલગ કરે પરંતુ કોહલી પાસે અલગ જ યોજના રહેતી હતી.
આરસીબીએ બે વાર આઇપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને એ વખતે કોચપદે રે જેિંનગ્સ જ હતા. ૨૦૦૯માં અનીલ કુંબલે કેપ્ટન હતો અને ૨૦૧૧માં જેનિયલ વિટોરી કેપ્ટન હતો. તેમણે જણાવ્યું હતું કે આઇપીએલ અલગ જ પ્રકારનું ક્રિકેટ છે. છ સપ્તાહમાં કોઈ ખેલાડી ફોર્મમાં હોય તો કોઈ ફોર્મ ગુમાવી દેતા હોય છે. ટીમમાં કોઈ એક વ્યક્તિએ હંમેશાં ત્યાં રહેવાની જરૂર હોય છે. હુ હતો ત્યારે કેટલાક ખેલાડી માટે વધારે સમય આપવા માગતો હતો પરંતુ કોહલીનો વિચાર અલગ જ હતો. જોકે આ તો ભૂતકાળની વાત છે. ટીમના ખેલાડીઓ બહેતર બની રહૃાા છે અને ટૂંક સમયમાં જ તેઓ આઇપીએલ ટ્રોફી જીતવાનું શરૂ કરી દેશે.