કોહલીએ કહ્યું તે હંમેશા રમી શક્તો નથી. એટલા માટે તે કોઈ એવી વસ્તુ છોડવા માંગતો નથી

મુંબઇ, વિરાટ કોહલી આઈપીએલ ૨૦૨૪માં શાનદાર ફોર્મમાં છે. આ સીઝન વિરાટ કોહલીના આઈપીએલ કરિયરની સૌથી બેસ્ટ સીઝન રહી છે. તેમણે અત્યા ર સુધી ૧૩ મેચમાં ૬૬૧ રન બનાવ્યા છે. જે ૨૦૧૬માં ૯૭૩ બાદ સૌથી વધારે છે. પરંતુ ટૂર્નામેન્ટ વચ્ચે વિરાટ કોહલીએ એવી વાત કરી છે જે ચાહકોને ઈમોશનલ કરી રહી છે.

વિરાટ કોહલીએ પોતાના સંન્યાસને લઈ વાત કરી છે. રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કોહલીએ પોતાના કરિયરને પૂર્ણ કરવાની વાત કરી છે. કોહલીએ કહ્યું તે હંમેશા રમી શક્તો નથી. એટલા માટે તે કોઈ એવી વસ્તુ છોડવા માંગતો નથી જેનાથી તેને બાદમાં અફસોસ થાય.

વીડિયોમાં કોહલીએ હોસ્ટે પુછ્યું બદલાતી ગેમમાં તમને કઈ વસ્તુ સૌથી વધારે રસ છે. કઈ રીતે દર મેચમાં તમારું બેસ્ટ આપો છો. આ સવાલનો જવાબ આપતા કોહલીએ કહ્યું સ્પોર્ટસમેનના રુપમાં મારું કરિયર પૂર્ણ થશે. કિંગ કોહલીએ આગળ કહ્યું મારા માટે ક્રિકેટમાં કોઈ કામ અધુરું છોડી અને પછી પછતાવો કરવો નથી. એક વખત મારું કામ થઈ ગયું તો હું ચાલ્યો જઈશ.જ્યાં સુધી હું રમી રહ્યો છું હું તમામ વસ્તુ જોવા માગું છું, જે મારી પાસે છે. આ એક જ વાત છે જે મને આગળ લઈ જવા માટે પ્રેરિત કરે છે.કોહલીની આ વાતથી ચાહકો ઈમોશનલ થયા છે. એક યુઝરે વીડિયોમાં કોમેન્ટ કરતા લખ્યું ‘આનાથી મારી ઊંઘ ખરાબ થશે. ક્યારેય રમવાનું બંઘ ન કરો વિરાટ કોહલી’. અન્ય યુઝરે લખ્યું ‘તમારી હાજરી જરુરી છે, ૨૦૨૭ સુધી રમો’. આ રીતે રીએક્શન આપી ચાહકો ઈમોશનલ થઈ રહ્યા છે.

વિરાટ કોહલીએ કહ્યું ક્રિકેટથી સંન્યાસ લેતા પહેલા એક લાંબો બ્રેક લેશે. વિરાટ કોહલી વર્તમાનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંનો ભાગ છે. હવે જોવાનું રહેશે ટી૨૦ વર્લ્ડકપમાં વિરાટ કોહલીનું પ્રદર્શન કેવું રહેશે. રમતગમતમાં વિરાટ કોહલીના બેસ્ટ ફ્રેન્ડ અને ફુટબોલર સુનીલ છેત્રીએ ૧૬ મેના રોજ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. કોહલી અને છેત્રી વચ્ચે શાનદાર બોન્ડિંગ રહ્યું છે.