ટી20 ક્રિકેટના એકદમ વિસ્ફોટક બેટ્સમેનોમાં સામેલ જોસ બટલરે આઇપીએલ 2024 માં બીજી સદી ફટકારતાં રાજસ્થાન રોયલ્સને કેકેઆર વિરૂદ્ધ 2 વિકેટથી જીત અપાવી. ઇડન ગાર્ડન્સમાં થયેલા આ 31મા મુકાબલામાં કેકેઆરે પહેલાં બેટીંગ કરતાં સુનીલ નરેનની સદીના દમ પર નિર્ધારિત 20 ઓવરમાં 223 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. ટાર્ગેટનો પીછો કરતાં રાજસ્થાને અંતિમ બોલ પર જીત નોંધાવી. જોસ બટલરના બેટ વડે વિનિંગ રન નિકળ્યા. બટલરે 60 બોલમાં 107 રનની અણનમ ઇનિંગ રમી. આ સદી સાથે જ તેમણે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કરી દીધા.
બટલરની આ આઇપીએલમાં 7મી સદી છે. તો બીજી તરફ સીઝનમાં તેમની આ બીજી સદી છે. આ સાથે જ બટલરે ક્રિસ ગેલને સૌથી વધુ આઇપીલ સદીના મામલે પાછળ છોડી દીધો છે. ક્રિસ ગેલે આઇપીલમાં 6 સદી ફટકારી હતી. બટલર આ સદી સાથે લિસ્ટમાં વિરાટ કોહલી બાદ બીજા નંબર પર આવી ગયા છે. કોહલી આઇપીએલમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટસમેન છે. આઇપીલ 2024 માં ફટકારેલી એક સદી સાથે કોહલી અત્યાર સુધી લીગમાં 8 સદી ફટકારી છે.
IPLમાં સૌથી વધુ સદી
8 – વિરાટ કોહલી
7 – જોસ બટલર
6 – ક્રિસ ગેલ
4 – કેએલ રાહુલ
4 – ડેવિડ વોર્નર
4 – શેન વોટસન
બટલરે આ સદી સાથે જ વિરાટ કોહલીના એક મોટા રેકોર્ડને પણ તોડી દીધો. બટલરનો આ આઇપીએલમાં રનોનો પીછો કરતાં ત્રીજી સદી ફટકારી છે. તો બીજી તરફ વિરાટ કોહલીએ રન ચેજ કરતાં બે સદી ફટકારી છે. બેન સ્ટોક્સ પણ 2 વખત આમ કરવામાં સફળ રહ્યા છે. બટલરે પોતાની શતકીય ઇનિંગમાં 9 ચોગ્ગા અને 6 સિક્સર ફટકારી. આ દરમિયાન તેમની સ્ટ્રાઇક રેટ 178.33 રહી. પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ બટલરના નામે જ રહ્યો.
રન ચેજ કરતાં IPL માં સૌથી વધુ સદી
3 – જોસ બટલર
2 – વિરાટ કોહલી
2 – બેન સ્ટોક્સ
બટલરે વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. ટી20 ક્રિકેટમાં રનનો પીછો કરતી વખતે આ તેની 8મી સદી છે. તો બીજી તરફ આ તેની ટી-20 કારકિર્દીની 8મી સદી પણ છે. રસપ્રદ વાત એ છે કે બટલરની આ તમામ આઠ સદી રન ચેજ કરતી વખતે ફટકારી છે. આ સાથે તે T20 ક્રિકેટમાં રન ચેજ કરતી વખતે સૌથી વધુ સદી ફટકારનાર બાબર આઝમની સાથે સંયુક્ત રીતે બીજો બેટ્સમેન બની ગયો છે. બાબર પણ 8 વખત આવું કરી ચુક્યો છે. આ સાથે જ ક્રિસ ગેલે સૌથી વધુ 16 સદી ફટકારી છે.
રન ચેજ કરતાં ટી20 માં સૌથી વધુ સદી
16 – ક્રિસ ગેલ
8 – બાબર આઝમ
8 – જોસ બટલર
કેકેઆરના વિરૂદ્ધ બટકરની આ બીજી સદી છે. તો બીજી તરફ ચેલેન્જર્સ બેંગલુરૂ વિરૂદ્ધ પણ તે 2 સદી ફટકારી ચૂક્યો છે. તે એક ટીમ વિરૂદ્ધ સૌથી વધુ સદી ફટકારનાર બેટમેનોની ક્લબમાં સામેલ થઇ ગયા છે. કેએલ રાહુલે એક આઇપીએલ ટીમ વિરૂદ્ધ સૌથી વધુ ત્રણ સદી ફટકારી છે. તેમણે મુંબઇ ઇન્ડીયન્સ વિરૂદ્ધ આ કમાલ કર્યો છે. બટલર આ યાદીમાં બીજા અને ત્રીજા નંબર પર છે.
એક IPL ટીમ વિરૂદ્ધ સૌથી વધુ સદી
3 – કેએલ રાહુલ vs મુંબઈ ઈન્ડિયન્સ
2 – જોસ બટલર vs કોલકાતા નાઈટ રાઈડર્સ (આ મેચમાં)
2 – જોસ બટલર vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
2 – ક્રિસ ગેલ vs પંજાબ કિંગ્સ
2 – વિરાટ કોહલી vs ગુજરાત લાયન્સ
2 – ડેવિડ વોર્નર vs કોલકાતા નાઈટ રાઈડર્સ