કોહલી વનડે ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડવાના મામલે ચોથા નંબર પર આવી ગયો

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ના નામે ઘણા મોટા રેકોર્ડ છે. તેની યાદીમાં વધુ એક રેકોર્ડનો ઉમેરો થયો છે. ખાસ વાત એ છે કે આ વખતે વિરાટ કોહલી (Virat Kohli) એ બેટ્સમેન તરીકે નહીં પરંતુ ફિલ્ડર તરીકે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે આ રેકોર્ડ એશિયા કપ 2023માં નેપાળની ટીમ સામે રમાઈ રહેલી મેચ દરમિયાન બનાવ્યો હતો.

આ મેચની શરૂઆતમાં વિરાટ કોહલી (Virat Kohli) એ એક કેચ છોડ્યો હતો. પરંતુ ઇનિંગ્સની 30મી ઓવરમાં કોહલી (Virat Kohli) એ નેપાળના ઓપનર બેટર આસિફ શેખનો બેસ્ટ કેચ લીધો હતો. વનડે ક્રિકેટમાં વિરાટ કોહલી (Virat Kohli)નો આ 143મો કેચ હતો. આ સાથે તે ODI ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડવાના મામલે ચોથા નંબર પર આવી ગયો છે. આ મામલામાં તેણે ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રોસ ટેલરને પાછળ છોડી દીધો છે.

વનડે ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને ના નામે છે. મહેલા જયવર્દનેએ 448 મેચમાં 218 કેચ પકડ્યા છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ (Ricky Ponting) બીજા સ્થાને છે. તેમણે 375 મેચમાં 160 કેચ પકડ્યા છે. આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin) પણ સામેલ છે. અઝહરુદ્દીન 334 મેચમાં 156 કેચ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) ચોથા સ્થાને અને રોસ ટેલર 142 કેચ સાથે પાંચમા સ્થાને છે.