કોહલીના ફેન્સ પર એક્શન : મેચમાં હાર્યા તો વટાવી નાંખી હદ

મુંબઇ, ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલની બહેનને ટ્રોલ કરવામાં આવી રહી છે. આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચમાં શુભમને સદી ફટકારી હતી, જેના કારણે RCB ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું અને ટ્રોલર્સે શુભમનની બહેનને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. ડીસીડબ્લ્યુ ચીફ સ્વાતિ માલીવાલે સોમવારે આ કૃત્ય કરનાર વ્યક્તિની આકરી ટીકા કરી હતી. તેણે કહ્યું કે શુભમનની બહેનને ટ્રોલ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

સ્વાતિ માલીવાલે પોતાના ટ્વીટમાં લખ્યું, ’ટ્રોલર્સને શુભમન ગિલની બહેન સાથે દુર્વ્યવહાર કરતા જોવું ખૂબ જ શરમજનક છે કારણ કે તેઓ જે ટીમને સપોર્ટ કરે છે તે મેચ હારી ગઈ. અગાઉ અમે વિરાટ કોહલીની પુત્રી સાથે દુર્વ્યવહાર કરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. DCW એ તમામ લોકો સામે પગલાં લેશે જેમણે ગિલની બહેન સાથે પણ દુર્વ્યવહાર કર્યો છે. આ સહન કરવામાં આવશે નહીં.

જણાવી દઈએ કે રવિવારે ગુજરાત ટાઈટન્સે આરસીબી સામેે જોરદાર જીત મળેવી છે, આ મેચમાં ગિલે ૫૨ બોલમાં ૫ ચોગ્ગા અને ૮ છગ્ગાની સાથે અણનમ ૧૦૪ રન બનાવ્યા અને બેંગલોરને પ્લેઓફની રેસમાંથી બહાર કરી દીધું હતું. બેંગ્લોરના બહાર થવાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. આરસીબીની હાર તેના ચાહકોને સારી ન લાગી અને તેઓએ સોશિયલ મીડિયા પર શુભમન ગિલ અને તેની બહેન સાથે અપશબ્દો બોલ્યા હતા. આ મામલે દિલ્હી મહિલા આયોગ તેમની સામે કાર્યવાહી કરશે.