કૉફી વિથ કરણ’ની આઠમી સીઝનમાં આવશે નીતુ સિંહ અને ઝીનત અમાન?

કરણ જોહરના શો ‘કૉફી વિથ કરણ’ની આઠમી સીઝનમાં કયા સ્ટાર્સ આવવાના છે એને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ શો ડિઝની + હૉટસ્ટાર પર ૨૬ ઑક્ટોબરથી શરૂ થવાનો છે. શોમાં સ્ટારની લાઇફનાં અનેક પાનાંઓ ખોલવામાં આવે છે. એમાં તેમને પર્સનલ સવાલોથી માંડીને પ્રોફેશનલ સવાલો પણ કરવામાં આવે છે. આ શોમાં નીતુ સિંહ અને ઝીનત અમાન પણ દેખાશે એવી શક્યતા લાગી રહી છે.

જોકે આ બન્ને સાથે આવવાનાં છે કે અલગ-અલગ એ ચોક્કસ નથી જાણવા મળ્યું. તેઓ પહેલી વખત સેલિબ્રિટી ચૅટ શોમાં દેખાવાની છે. આ બન્નેએ અગાઉ ‘ધરમ વીર’ અને ‘ધ ગ્રેટ ગૅમ્બલર’માં સાથે કામ કર્યું હતું. હવે આ શોમાં પોતાના ભૂતકાળના કેટલાક અનુભવો પર પણ તેઓ પ્રકાશ પાડી શકે છે.