
મુંબઈ,
લોન છેતરપીંડી કેસમાં ધરપકડ કરાયેલાં ICIC બેન્કનાં ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ ચંદા કોચર તથા એમનાં પતિ દીપક ચોપરાને મુંબઈ હાઈકોર્ટે આજે જામીન પર છોડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે દંપતીની ધરપકડ કાયદાની જોગવાઈઓને અનુરૂપ નથી.
ન્યાયમૂતઓ રેવતી મોહિતે ડેરે અને પી.કે. ચવાણની બનેલી વિભાગીય બેન્ચે એવું ઠેરવ્યું છે કે કોચર દંપતીની ધરપકડ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૪૧-છનું ઉલ્લંઘનર્ક્તા છે, જેમાં સંબંધિત પોલીસ અધિકારી સમક્ષ હાજર થવા માટે નોટિસ મોકલવી ફરજિયાત છે.
વીડિયોકોન-આઈસીઆઈસીઆઈ બેક્ધ લોન કેસના સંબંધમાં કોચર દંપતીની ગયા વર્ષની ૨૩ ડિસેમ્બરે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેઓ હાલ અદાલતી કસ્ટડીમાં છે. સીબીઆઈએ કોચર દંપતી ઉપરાંત વીડિયોકોન ગ્રુપના સ્થાપક વેણુગોપાલ ધુતની પણ ધરપકડ કરી છે. કોર્ટે કોચર દંપતીને એમનો પાસપોર્ટ સીબીઆઈને સરેન્ડર કરી દેવાનો આદેશ આપ્યો છે.