કાલોલ તાલુકામાં દેલોલના ખાનગી ગોડાઉનના કમ્પાઉન્ડમાં સરસ્વતી સાધના યોજનાની 3 હજાર જેટલી સાયકલો ભંગાર હાલતમાં

કાલોલ તાલુકામાં સરકારી રાહે સરસ્વતી સાધના યોજના હેઠળ ક્ધયાઓને વિતરણ કરવા પાત્ર બે-ત્રણ હજાર જેટલી સાયકલો તાલુકાના દેલોલ સ્થિત એક ખાનગી માલિકીના ગોડાઉનમાં કમ્પાઉન્ડમાં ધુળ ખાતી અને વરસાદમાં કાટ ખાતી પડી રહી છે.

કાલોલ તાલુકા વિસ્તારમાં બે-ત્રણ હજાર જેટલી સાયકલો તાલુકાના દેલોલ સ્થિત એક ખાનગી ગોડાઉનમાં કમ્પાઉન્ડમાં ખુલ્લેઆમ વરસાદમાં કાટ ખાતી અને ધુળ ખાતી જોવા મળી છે. કાલોલ તાલુકાની અનેક હાઈસ્કુલોમાં એક તરફ પ્રથમ સત્ર અડધુ થઈ જવા છતાં સાયકલો નહિ મળતા પોતાને મળવાપાત્ર સહાયક સાયકલની રાહ જોતી ક્ધયાઓની અપેક્ષાઓને દાટ વાળ્યો હોય તેમ બીજી તરફ અંદાજિત બે-ત્રણ હજાર સાયકલો ખાનગી માલિકીના ગોડાઉનમાં ખડકલો કરેલી હાલતમાં ખુલ્લેઆમ વરસાદમાં કાટ ખાઈ રહી છે. આ સાયકલોની લાપરવાહી અને લાલિયાવડી અંગેની જવાબદારી જે તે એજન્સીની છે કે તંત્રની છે તદ્ઉપરાંત પંચમમહાલ જિલ્લા સમાજ કલ્યાણ અને ન્યાય અધિકારીકતા વિભાગ(ગોધરા)હેઠળ આવેલ હોય તેમજ જે તે એજન્સી દ્વારા આટલી મોટી સંખ્યામાં ખડકાયેલી તમામ સાયકલો ચાલુ વર્ષની જ છે. એકલા કાલોલ તાલુકાની છે કે અન્ય સામાજિક વર્ગની પણ છે કે તે અંગેની સંપુર્ણ વિગતો સાંપડી નથી.