કાલોલ રેફરલ દવાખાના પાસે ઝાડની ડાળ બાઈક પર પડતાં દંપતિ દબાયુ

કાલોલ શહેરમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યા બાદ વરસાદી માહોલ વચ્ચે રેફરલ હોસ્પિટલની દિવાલ પાસેથી પસાર થતાં બાઈક સવાર વરસતા વરસાદમાં રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડ વોલથી ગુલમહોરના તોતિંગ ઝાડની ડાળ અચાનક રોડ ઉ5ર તુટી પડતાં બાઈક પર સવાર મહિલા અને પુરૂષ સહિત બાઈક તોતિંગ ઝાડની ડાળની ઝપેટમાં આવી જતાં ડાળ નીચે દબાઈ ગયા હતા. જયાં રેફરલ હોસ્પિટલની સામેની દુકાન ધરાવતા વેપારીઓ ફટાફટ દોડી આવી ડાળ નીચે દબાયેલ બાઈક સવાર બંનેને હેમખેમ બહાર કાઢ્યા હતા. જયાં બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ધટનામાં કોઈ જાનહાનિ નહિ થતાં હાશકારો અનુભવ્યો હતો.