
કાલોલ ના ધારાસભ્ય પંચમહાલના સાંસદ સહિત કાલોલ મતવિસ્તાર ના ભાજપ ના સંખ્યાબંધ હોદ્દેદારો, મહિલા અગ્રણીઓ, મહિલા હોદ્દેદારો જે વોટસએપ ગ્રુપમાં છે તેવા ગ્રુપમાં ઘોઘંબા તાલુકાના તાલુકા પંચાયત સભ્ય દ્વારા બીભત્સ ફોટા અને લિંક વાયરલ થતા સમગ્ર કાલોલ અને ઘોઘંબા પંથકમાં હડકંપમાંથી જવા પામ્યો છે. શુક્રવારે 18 પંચમહાલ તેમજ 127 કાલોલ વિધાનસભા તેમજ 127 એફ વી ચૌહાણ જેવા વોટસએપ ગૃપ મા મોબાઈલ નંબર 78741 93410 નંબર પર થી અત્યંત બીભત્સ અને ગંદા ફોટા તમામ ગૃપ મા મૂકવામા આવ્યા સાથે લીંક પણ મૂકવામાં આવી હતી.
જે પૈકી એક એપ ડાઉનલોડ કરી “લાઈવ સેકસ કોલ બેબી ફુલ એચડી પોર્ન વીડિયો ” વાળી એપ ની લીંક મોકલી હતી. જે ગ્રુપમાં ખુદ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, સાંસદ રાજપાલ સિંહ જાદવ, જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ તેમજ જિલ્લા ભાજપના અગ્રણીઓ વિધાનસભા કાલોલ ના અગ્રણીઓ,મહિલા હોદ્દેદારો મેમ્બર છે તેવા ગ્રુપમાં આ પ્રકારનું અત્યંત બીભત્સ ફોટા અને લીંક મોકલનાર ઘોઘંબા તાલુકા પંચાયત નો સભ્ય હોવાનુ જાણવા મળેલ છે. ભાજપ જેવી શિસ્તબદ્ધ અને સંસ્કારી ગણાતી બેટી બચાવો બેટી પઢાવો ના સૂત્ર માં માનતી પાર્ટી ના વોટસએપ ગ્રુપમાં આવા હલકી માનસિકતા ધરાવતા અને તે પણ તાલુકા પંચાયતના સભ્યોનો હોદ્દો ધરાવતા વ્યક્તિ આવા ફોટા મોકલે તો પાર્ટીની કરની અને કથની માં કેટલો ફર્ક છે તે જોઈ શકાય છે.
ગોધરા નું ગૌરવ, પૃથ્વીરાજ ચૌહાણ જેમને જીત્યો MR. GUJARAT RUNNER UP 2024 નો ખિતાબ
શુક્રવારના રોજ આવા ફોટા જોતા જ દરેક ગ્રુપના એડમીન હરકતમાં આવ્યા હતા અને એડમીનો એ ફટાફટ ફોટા ડીલીટ કર્યા હતા. આ અંગે ફોટા મુકનાર નો ટેલીફોનિક સંપર્ક કરતા ધારાસભ્યને ફોન કરીને પછી વાત કરું તેમ કહી વાત ટાળી દીધી હતી. ભાજપ સંલગ્ન આ ગ્રુપો મા 600 ઊપરાંત સભ્યો પંચમહાલ મહીસાગર જિલ્લાના છે. 127 વિધાનસભા ગૃપ મા 300 થી વધુ સભ્યો છે. આ બાબતે જાગૃત નાગરિકો એ જીલ્લા કક્ષાએ રજુઆત કરી પગલા લેવા ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી સામાન્ય માણસ કોઇ બીભત્સ ફોટા વાઇરલ કરે તો તેના પર તાત્કાલીક અસરથી કાર્યવાહી કરતુ તંત્ર શાસક પક્ષના નેતાઓ ના દબાણ હેઠળ મૌન બની ગયેલ છે.
