કેકેઆર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ દ્રવિડને મેન્ટરનું પદ આપવા માંગે છે.

રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪નો ખિતાબ જીત્યો હતો. જોકે, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ પછી તેમણે મજાકમાં કહ્યું હતું કે, હવે તે બેરોજગાર રહેશે. રિપોર્ટ અનુસાર કોલકાતા નાઈટ રાઈડર્સે દ્રવિડનો સંપર્ક કર્યો છે. કેકેઆર દ્રવિડને મેન્ટરનું પદ આપવા માંગે છે. ગૌતમ ગંભીર વિશે ચર્ચા છે કે, તે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનવા જઈ રહ્યો છે. જેથી તેમની જગ્યા ખાલી થવાની છે.

મળતી માહિતી પ્રમાણે, કોલકાતા નાઈટ રાઈડર્સે એ દ્રવિડનો સંપર્ક કર્યો છે. ટીમ દ્રવિડને મેન્ટર બનાવવા માંગે છે. વાસ્તવમાં, ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવાના સમાચાર છે. જો ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનશે તો કેકેઆરમાં તેની જગ્યા ખાલી થઈ જશે. તેથી, કેકેઆર તેની જગ્યાએ કોઈ અનુભવી ખેલાડીને ટીમમાં સામેલ કરવા ઈચ્છે છે. તેથી કેકેઆર દ્રવિડને મેન્ટર બનાવી શકે છે. જોકે, દ્રવિડને કોચિંગનો ઘણો અનુભવ છે. જો તેઓ કેકેઆર સાથે જોડાય છે તો ખેલાડીઓને તેનો ઘણો ફાયદો મળી શકે છે.

ગંભીરની વાપસી બાદ કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન ઘણું સારું થયુ હતું. ટીમે આઇપીએલ ૨૦૨૪નો ખિતાબ જીત્યો હતો. કોલકાતાએ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. ૧૪ લીગ મેચમાંથી ૯ જીતી હતી અને ૩ મેચ હારી હતી. હવે ગંભીરની કેકેઆરમાંથી વિદાય થવાની છે. સંભવિત છે કે, ગંભીરને દ્રવિડનું નેશનલ કોચ પદ મળી શકે છે. તો સામે વધુ સમય ફેમિલીની નજીક રહેવા અને ઓછુ કામ કરવા ઇચ્છતા દ્વવિડને કેકેઆરનું કોચ પદ મળી શકે છે.