બંગાળ વિધાનસભા ચૂંટણીઓની તારીખોની જાહેરાત થયા બાદ સંયુક્ત કિસાન મોર્ચાએ મોટો નિર્ણય કર્યો છે. સંયુક્ત કિસાન મોર્ચા તરફથી જાહેરાત કરવામાં આવી છે કે 12 માર્ચના દિવસે બંગાળમાં રેલી કરવામાં આવશે. ખેડૂત સંગઠનોએ જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં આ કૃષિ કાયદાના વિરોધમાં ભિયાન શરુ કરવાનું એલાન કર્યુ છે. જેમાં લોકોને જણાવવામાં આવશે કે મોદી સરકાર ખેડૂતો સાથે ઉચિત વ્યવહાર નથી કરી રહી.
સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા કહેવામાં આવ્યું કે જે જે રાજ્યોની અંદર વિધાનસભા ચૂંટણી થવાની છે તે રાજ્યોમાં ભાજપ સરકારનો વિરોધ કરવામાં આવશે અને જનતાને પણ તેનો વિરોધ કરવાની અપીલ કરાશે. ખેડૂત સંગઠનો આ તમામ રાજ્યોની અંદર ભાજપ વિરોધી પ્રચાર કરશે. સંયુક્ત કિસાન મોર્ચાના સભ્યો પણ આ રાજ્યોનો પ્રવાસ કરશે અને વિવિધ કાર્યક્રમોની અંદર ભાગ લેશે.
યોગેન્દ્ર યાદવે કહ્યું કે 10 ટ્રેડ સંગઠનો સાથે મારી બેઠક થઇ છે. સરકાર જે રીતે પ્રાઇવટેઝાઇશન કરી રહી છે તેવા વિરોધમાં 15 માર્ચના દિવસે આખા દેશના મજૂરો અને કર્મચારીઓ રસ્તા પર અને રેલવે સ્ટેશન બહાર જઇને વિરોધ પ્રદર્શન કરશે.
તો આ સિવાય 6 માર્ચના રોજ ખેડૂતો કુંડલી-માનસરોવર-પલવલ એક્સપ્રેસ વે જામ કરશે. કુંડલી બોર્ડર પર આંદોલનના મુખ્ય મંચ પરથી રાજેવાલે કહ્યું કે એક્સપ્રેસ વે ગલભગ પાંચ કલાક સુધી બ્લોક કરવામાં આવશે.