કિરીટ સોમૈયા પર સંજય રાઉતે પ્રહારો કર્યા,પોપટલાલને કાનુની નોટિસ મોકલવામાં આવશે

મુંબઇ,

શિવસેના ઉદ્વવ ઠાકરે જુથના નેતા અને સાંસદ સંજય રાઉતે ભાજપ નેતા કિરીટ સોમૈયા પર નિશાન સાધતાં તેમને તાકિદે જ નોટીસ મોકલવાની વાત કહી છે.રાઉતે ટ્વીટ કરતા તેમને પોપટલાલ પણ કહ્યાં છે.તેમણે કહ્યું કે ભાજપ નેતા કિરીટ સોમૈયા ઉર્ફે પોપટલાલ મારા પર બેબુનિયાદ આરોપ લગાવી રહ્યાં છે.

સંજય રાઉતે ટ્વીટ કર્યું કે ભાજપના કિરીટ સોમૈયા ઉર્ફે પોપટલાલ મારા પર બેબુનિયાદ આરોપ લગાવી રહ્યાં છે અને શિવસેના નેતાઓ પર કીચડ ઉછાળી રહ્યાં છે.મેં કાનુની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને મિસ્ટર પોપટલાલને તાકિદે કાનુની નોટીસ મોકલવામાં આવશે સચ્ચાઇની તાકિદે જીત થશે જે સામે આવશે જય મહારાષ્ટ્ર.

હકીકતમાં કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયાએ સંજય રાઉત ઉપર ૧૦૦ કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો જેના પર મુંબઇની શિવડી કોર્ટ સુનાવણી કરી રહી છે આ કોર્ટે ગત સુનાવણીમાં સંજય રાઉતની ગેરહાજર રહેવા પર તેમની વિરૂધ બિન જામીન વોરંટ જારી કર્યું હતું અને કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું.

સંજય રાઉતે મેધા સોમૈયા પર ૧૦૦ કરોડના શોચાલય કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો આ આરોપોને મેધા સોમૈયાએ ખોટા ગણાવ્યા હતાં અને રાઉત પર માનહાનિનો દાવો કર્યો હતો કિરીટ અને મેધા સોમૈયા અનુસાર ૧૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ સંજય રાઉતે સામનામાં પોતાના લેખમાં મેધા સોમૈયા પર પોતાની રાજનીતિક હોદ્દાનો ઉપયોગ કરતા મીરા ભાયંદરમાં ૧૬ કરોડના શોચાલય બનાવવાના ટેન્ડર લેવા અને તેમાંથી લગભગ ચાર કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.

ત્યારકબાદ કિરીટ સોમૈયા અને સંજય રાઉત વચ્ચે વિવાદ ખુબ વધી ગયો અને આ મામલામાં માનહાનિનો કેસ કર્યા બાદ પણ સંજય રાઉત કોર્ટમાં કયારેય હાજર થયા નહીં ત્યારબાદ રાઉતની વિરૂધ વોરંટ જારી થયું હતું. આથી આ મામલાને લઇ સંજય રાઉતે ટ્વીટ કરી કિરીટ સોમૈયાને પોપટલાલ કહ્યાં હતાં.