
સુરત,
શહેરનાં સચિન વિસ્તારમાં ઇલેક્ટ્રિક મોપેડની બેટરી બ્લાસ્ટ થતા ભાગદોડ મચી ગઇ છે. ઇલેક્ટ્રિક મોપેડ ચાલુ ન થતા બેટરી કાઢીને દુકાનમાં મૂકી દીધી હતી. દુકાનમાં મૂક્યા બાદ અચાનક બેટરીમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સાથે ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. આ ઉપરાંત કિરાણા સ્ટોરમાં બ્લાસ્ટ થતાની દુકાનની મોટાભાગની વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે. બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે, આસપાસના લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઇલેક્ટ્રિક મોપેડ ચાલુ થતું ન હતુ. જેથી તેની બેટરી કાઢીને દુકાનમાં મુકી દીધી હતી. દુકાનમાં મુકેલી આ બેટરીમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી. એકબાદ એક ધડાકા થતા સ્થાનિકનોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.