મુંબઇ, ઇરા ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ’મે ડમ્પ’ શેર કરી છે. શેર કરેલી તસવીરોમાં તેના મિત્રો, પરિવારના સભ્યો અને મંગેતર નુપુર શિખરે જોવા મળે છે. ઇરા એક તસવીરમાં સાવકી માતા કિરણ રાવ સાથે જોવા મળી હતી, જ્યારે અભિનેત્રી ફાતિમા સના શેખ પણ એક તસવીરમાં જોવા મળી રહી છે.
એક તસવીરમાં આમિરની બીજી પૂર્વ પત્ની કિરણ રાવ ઇરાને ગાલ પર ક્સિ કરતી જોવા મળે છે. એક તસવીરમાં અભિનેત્રી ફાતિમા સના શેખ મોટી વિગ પહેરેલી જોવા મળે છે. ઇરાની આ પોસ્ટ પર ફાતિમા અને અભિનેત્રી જૈન મેરી ખાને પણ પ્રતિક્રિયા આપી છે.આ તસવીરો શેર કરતાં ઇરાએ લખ્યું, ’મે ડમ્પ. મારે ઓછી ગરમી અને કેરી વધુ જોઈએ છે’. આમાંની મોટાભાગની તસવીરોમાં ઇરા અને નૂપુર તેમના મિત્રો સાથે ઇન્ડોર ગેમ રમતી જોવા મળે છે.
ઇરા સોશિયલ મીડિયા પર ફેમિલી અને મેન્ટલ હેલ્થને લગતી પોસ્ટ શેર કરે છે. તે દરરોજ સોશિયલ મીડિયા પર ટ્રોલ થાય છે. તે તેના માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ખુલાસાઓને લઈને પણ ચર્ચામાં રહી છે.