લંડન,વેલ્સના ભૂતપૂર્વ પ્રિન્સ અને રાણી એલિઝાબેથ II ના મોટા પુત્રને, ૬ મેના રોજ તાજ પહેરાવવામાં આવશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમની માતાનું અવસાન થતાં ચાર્લ્સ બ્રિટનના રાજા બન્યા હતા. હવે તેઓને ધામક સમારોહ દરમિયાન તાજ પહેરાવીને ઔપચારિક રાજ્યાભિષેક કરશે.
૭૦ વર્ષમાં બ્રિટનના પ્રથમ રાજ્યાભિષેકની ઉજવણી કરવા માટે આવતા અઠવાડિયે વિશાળ સંખ્યામાં લોકો લંડન જઈ રહ્યા છે. ત્યાં જ, રાજ્યાભિષેક દરમિયાન વિકેન્ડ પર લંડન જઇ રહેલાં મુસાફરોમાં ઉત્સાહ નથી. ત્યાં રહેનાર અનેક લોકો ૩ દિવસના આ સમારોહ દરમિયાન બહાર જવાની પણ યોજના બનાવી રહ્યા છે.
લંડનની હોટેલો રાજ્યાભિષેક સમારોહ માટે બુક કરવામાં આવી છે અને બકિંગહામ પેલેસની આસપાસનો વિસ્તાર લોકોથી ભરેલો છે. આવી સ્થિતિમાં લંડન જતા લોકોને લાગે છે કે તેઓ તેમની રજાઓ માણી શકશે નહીં. લંડનમાં રહેતા કેટલાક લોકો પણ સહમત છે કે રાજ્યાભિષેક સમારોહને કારણે તેમની રજાઓ બરબાદ થઈ જશે. કેટલાક શાહી ચાહકો પણ ઘરે જ રહ્યા છે, એવું માનીને કે ચાર્લ્સ તેમની માતા, રાણી એલિઝાબેથ કરતાં ઓછા લોકપ્રિય છે.
ટેક્સાસ સ્થિત ટ્રાવેલ એજન્સીના સલાહકાર રાલ્ફ ઈન્ટોસ્કાએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો ઘણીવાર સપ્તાહના અંતે લંડન આવે છે, પરંતુ તેમાંના કેટલાકને રાજ્યાભિષેકમાં રસ નથી કારણ કે તેઓને ભીડ ઇચ્છતાં નથી.
ગયા વર્ષે જુલાઈમાં, હ્યુસ્ટનમાં રહેતી યુવા ફિટનેસ પ્રશિક્ષક લૌરા અવેદીએ ફેમિલી હોલિડે માટે લંડન જવાની યોજના બનાવી હતી. પરંતુ તે જાણીને નિરાશ છે કે તેના રાજ્યાભિષેક સમારોહની તારીખ તેની રજાની તારીખ એક જ છે. તેઓ કહે છે કે, શહેરમાં લોકોની ભીડ છે અને આ યોગ્ય સ્થિતિ નથી.ખરેખર અમને આ કાર્યમાં રસ નથી. પ્રવાસનું આયોજન કરવું એ એક ખરાબ સપનું હતું. તે અને તેનો પરિવાર હવે તેના રાજ્યાભિષેકના દિવસે ફૂટબોલ મેચ જોવા માટે લિવરપૂલ જશે.
લંડન સ્થિત સોટવેર એન્જિનિયર પ્રણય મનોચાએ જણાવ્યું હતું કે યુકેમાં વધતી જતી મોંઘવારીને કારણે આ ઉજવણીનો સમય નથી. તેમના દાદા-દાદી પણ ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલાને કારણે વિસ્થાપિત થયા હતા. તેઓ કહે છે કે જે શાસન હંમેશા પીડા આપે છે તેની ઉજવણી કરવી યોગ્ય નથી. તેના બદલે તેઓ ૬ મેના રોજ કોર્નવોલમાં હાઇકિંગ કરશે.